गुजरात

જંબુસર તાલુકાના પીલુદરા ગામેથી ૪૬૫૭૨ રૂપિયા નો ગાંજા સાથે એક વ્યક્તિ ની થયેલી ધરપકડ.

Anil Makwana

જંબુસર

રીપોર્ટર – ફારુક સૈયદ

જંબુસર તાલુકાના પીલુદરા કહાનવા રોડ કેનાલ ચોકડી પાસે રાત્રિના સમયે એક વ્યક્તિ પાસેથી બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે સાત કિલો ૯૬૨ ગ્રામ ગાંજો ઝડપી પાડયો હતો.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જંબુસર તાલુકાના પીલુદરા કહાનવા રોડ પર આવેલ કેનાલ ચોકડી પાસે રાત્રિના સમયે પરમાર શીવાભાઈ ભીમસિંગ ભાઈ એક મીણયા થેલામાં સાત કિલો અને ૯૬૨ ગ્રામ ગાંજો લઈ ને ઊભા હતા ત્યારે એસ.ઓ.જી પોલીસને બાતમી મળતા તેઓએ ઘટનાસ્થળે પહોંચી જય તેની તપાસ કરતા તેની પાસેથી સાત કિલો અને ૯૬૨ ગ્રામ ગાંજો ઝડપાતા જેની અંદાજિત કિંમત રૂપિયા ૪૬૫૭૨ થાય છે એસ.ઓ.જી પોલીસે ઉપરોક્ત તોહમતદાર વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button