गुजरात

અમદાવાદમાં ફરી ATM આ રીતે તોડવાનો કર્યો નિષ્ફળ પ્રયાસ, સીસીટીવીમાં ઘટના કેદ

અમદાવાદ : શહેરના એટીએમ મશીન  ફરી એક વખત તસ્કરોના નિશાને હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ પણ અનેક વખત એટીએમ મશીન ગેસ કટરથી (Gas cutter) તોડીને ચોરીના બનાવો સામે આવ્યા છે. ત્યારે શહેરના શાહીબાગમાં વધુ એક એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ જોવા મળ્યો છે.

શાહીબાગ હઠીસિંહ ની વાડી સામે આવેલ પંજાબ નેશનલ બેંકના બ્રાન્ચ હેડ મહેશ ચંદ જૈને માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, તેમની બેંકના એટીએમ ઇન્ચાર્જ સવારે દસ વાગ્યાની આસપાસ એટીએમ પર ચેક કરવા માટે ગયા હતા. ત્યારે તેમને જોયું તો, એટીએમનું કેસ બોક્ષ અને સ્વાઈપ ડીવાઈસ તૂટેલી હાલતમાં હતું. જે અંગેની જાણ ફરિયાદીને કરતા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં મોડી રાત્રે એક વ્યક્તિ એટીએમમાં આવતો જણાય છે અને તેની પાસે રહેલા કાર્ડ સ્વાઈપ ડિવાઈસમાં નાંખે છે. બાદમાં કાર્ડ કાઢીને તે સ્ક્રુ ડ્રાઇવર મારફતે સ્વાઈપ ડિવાઈસ તોડે છે અને કેસ બોક્ષનું ઢાંકણું તોડીને પાસવર્ડ ડીવાઈસને તોડવાનો પ્રયત્ન કરે છે. જોકે બીજો એક વ્યક્તિ એટીએમ તરફ આવતો નજરે પાડતા આ સખ્શ ત્યાંથી નીકળી જાય છે.

Related Articles

Back to top button