गुजरात

દિવાળી પહેલા રાજકોટ આરોગ્ય વિભાગે આ મોટી દુકાનોમાંથી ઝડપી અખાદ્ય મીઠાઈઓ

રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં દિવાળીના તહેવારની ચહેલ પહેલ જોવા મળી રહી છે. સામાન્ય રીતે દિવાળી અને નવા વર્ષને ધ્યાનમાં રાખી લોકો મોટા પ્રમાણમાં ફરસાણ તેમજ મીઠાઈની ખરીદી કરતા હોય છે. ખાસ કરીને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બેસતા વર્ષને અનુલક્ષીને લોકો પોતાના સગા સંબંધીને ત્યાં સાલ મુબારક કહેવાં જતા હોય છે. અને આ સમયે મીઠાઇઓની દુકાનોમાં ભારે ભીડ પણ હોય છે અને મોટા પ્રમાણમાં મીઠાઇનું વેચાણ પણ થતું હોય છે. ત્યારે લોકોને અખાદ્ય મીઠાઇ પધરાવવામાં ન આવે તે માટે રાજકોટ પૂર્વેની મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અનેક ફરસાણ અને મીઠાઈ વેચાણના વેપારીને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે ચેકીંગ અંતર્ગત રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ ના હાથે 24 કિલો અખાદ્ય વાસી મીઠાઈ સહિત અનેક અખાદ્ય પદાર્થો ઝડપાતા 20 વેપારીઓને નોટિસ પણ પાઠવવામાં આવી છે.

ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના અધિકારી પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારને અનુલક્ષીને ડ્રાયફ્રુટ તથા મીઠાઇ ફરસાણનુ વેંચાણ બહોળા પ્રમાણમાં થતુ હોય છે. જાહેર જનતાને ભેળસેળ રહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી પેઢીના સ્થળ પર વપરાતા ખાદ્ય તેલની TPC વેલ્યુ ચેક કરી તથા ફૂડ બિઝનેશ ઓપરેટરોની ચકાસણી કરી નમૂના લેવાની કામગીરી હાથ ધરાઇ હતી.

Related Articles

Back to top button