અમદાવાદ-કેવડિયા સી પ્લેન ત્રણ દિવસની ઉડાન બાદ બે દિવસ મેઈન્ટેનન્સ માટે બંધ
અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા વચ્ચે 1 નવેમ્બરથી સી-પ્લેનનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ. જે બાદ મંગળવારે એટલે 3 નવેમ્બરનાં રોજ પહેલીવાર શિડ્યુલ પ્રમાણે બે જતા અને બે આવતા એમ ચારેય ફ્લાઈટ ઓપરેટ કરાઈ હતી. સી-પ્લેનને પાણીમાં સતત 5 દિવસ થઈ જતાં બુધવારથી બે દિવસ માટે મેઈન્ટેનન્સમાં રાખવાનું હોવાથી બુધવાર અને ગુરુવારે ફ્લાઈટ ઓપરેટ થશે નહીં. દર પાંચ દિવસ બાદ બે દિવસ માટે સી-પ્લેનનું સંચાલન બંધ રહેશે. એટલે જ્યાં સુધી અન્ય સી પ્લેન નહીં આવે ત્યાં સુધી સી પ્લેન સાત નહીં પરંતુ પાંચ દિવસ જ ઉડાન ભરશે તેવી સંભાવના છે.
4 અને 5 નવેમ્બરના રોજ સી પ્લેન બંધ રહેશે અને 6 નવેમ્બરથી ફ્લાઇટ રાબેતા મુજબ શરૂ થઇ જશે. સી પ્લેન શરૂ થયાના ત્રીજા દિવસે એટલે મંગળવારે પ્રથમવાર અમદાવાદ અને કેવડિયાથી બે-બે એમ ચાર ફ્લાઇટ ઓપરેટ થઇ હતી. જેમાં અમદાવાદથી રવાના થયેલી તમામ 15 મુસાફરોથી પેક હતી. પરંતુ બંને ફ્લાઇટ કેવડિયાથી આવી ત્યારે તેમાં 60 ટકા મુસાફરો હતા.