સરકાર આદિવાસી ખેડૂતો વિરોધી છે : ધારાસભ્ય અનંત પટેલ
વાંસદાના કુરેલીયા ગામે ખેડૂતો સંમેલન યોજાયું વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપસ્થિતમાં
વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ, સુનીલ ડાભી
વાંસદાના કુરેલીયા ગામે ખેડૂતો સંમેલન યોજાયો હતો.જેમાં વાંસદા તાલુકાના ઉનાઈ જિલ્લા પંચાયત સીટના દરેક ગામોના ખેડૂતોનું કુરેલીયા ગામે હનુમાનજી મંદિર ખાતે ખેડૂત સંમેલન યોજાયો જેમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે ૩૭૦૦ કરોડની અતિવૃષ્ટિની સહાય જાહેર કરનાર ગુજરાતના મુખ્યમંત્રી આદિવાસી ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા છે. ગુજરાતના ૧૨૩ તાલુકાને જ સહાયનું ચૂકવણું કરીને નવસારી જિલ્લાના વાંસદા. ચીખલી. ખેરગામ .ગણદેવી જેવા આદિવાસી તાલુકાને સહાયથી વંચિત રાખવા માંગે છે. અને અતિવૃષ્ટિ પાયમાલ થયેલ આદિવાસી ખેડૂતો સાથે ભેદભાવ નીતિ અપનાવે છે.જેમાં સંપૂર્ણ ઉમરગામ થી અંબાજી સુધીના ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માંગે છે.ખેડૂત અગ્રણી વજેસિંગ ભાઈએ જણાવ્યું હતું કે આદિવાસી ખેડૂતોને પૂર્ણ સમય માટે વીજળી મળતી નથી ખેતીની વીજળી નું કનેક્શન લેવા માટે ફાંફા મારવા પડે છે. બરતાડના સરપંચે જણાવ્યું કે આ સરકાર આદિવાસી ખેડૂતો વિરોધ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ પટેલે કર્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ અંજનાબેન તાલુકા પં સદસ્ય સરસ્વતીબેન તાલુકા પંચાયત સદસ્ય મનીષ પટેલ .સરપંચ દિલીપભાઈ ખેડૂત આગેવાન નીતિન પટેલ જીતુ પટેલ મહિલા દૂધ મંડળીના પ્રમુખ ચંચળબેન અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.