गुजरात

નોટના બદલામા વોટ? કરજણમાં રુપિયા આપીને કમળનું બટન દબાવવાનું કહેતો વીડિયો વાયરલ, તપાસનાં આદેશ

આજે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે કરજણનાં પોર-ઇટલા સત્તાધારી પક્ષના કાર્યકરો મતદારોને રૂપિયા આપીને કમળનું બટન દબાવવાનું કહેતા બહોય તેવો વીડિયો વાયરલ થયો છે. જે અંગે કૉંગ્રેસે ગુજરાત ભાજપ પર સનસનીખેસ આક્ષેપ કર્યો છે. જે બાદ ચૂંટણી પંચે આ વીડિયોનાં તપાસનાં આદેશ આપ્યા છે. આ સાથે જિલ્લા કલેકટરે રિપોર્ટ માંગ્યો છે. કરજણ પોલીસે આ મામલે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે અને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે ઉમેદવાર નિવેદન આપવા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.

આ વીડિયોને ન્યૂઝ18ગુજરાતી કોઇ સમર્થન નથી કરતા. આ વીડિયોમાં કેટલાક રિક્ષામાં બેઠેલા લોકોને રૂપિયા આપીને કમળનું બટનદબાવવાનું, ભાજપને મત આપજોનું કહેતા સંભળાય છે. જ્યારે આ વીડિયો અંગે કૉંગ્રેસ અને ભાજપ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યાં છે. કરજણ પોલીસે ત્રણ સામે ફરિયાદ નોંધી છે. આ ત્રણ જણ પાસેથી 57 હજાર રોકડા અને ગાડી મળી છે.

Related Articles

Back to top button