गुजरात
બનાસકાંઠાઃ કિંમતી ધાતુઓની Big હેરાફેરી ઝડપાઈ, રૂ.3.30 કરોડના સોનું, ચાંદી અને હીરા સાથે ત્રણ પકડાયા
બનાસકાંઠાઃ ઉત્તર પ્રદેશથી ગુજરાતમાં કિંમતી ધાતુની હેરાફેરી કરતા બનાસકાંઠાના ત્રણ શખ્સો ઝડપાયા છે. આગ્રાથી અમદાવાદ લક્ઝરી બસમાં સોનું, ચાંદી અને હીરાનો જથ્થો લઈને આવતા બનાસકાંઠાના 3 શખ્સો રાજસ્થાનમાં ઝડપાઈ ગયા છે. રાજસ્થાન પોલીસે 3.30 કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કોરોના મહામારી ના સમયમાં ગેરકાયદેસર સોના, ચાંદી અને હીરા જેવી કિંમતી ધાતુની હેરાફેરી કરતા બનાસકાંઠાના ત્રણ શખ્સો ઝડપાયા છે. રાજસ્થાનની સ્વરૂપગંજ પોલીસ પિંડવાડા પાસે વાહન ચેકિંગમાં હતી.
તે સમયે ખાનગી રાહે માહિતી મળતા જ આગ્રાથી અમદાવાદ જઇ રહેલી એસ કે પટેલ કંપનીની લક્ઝરી બસને થોભાવી તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર સોનુ ,ચાંદી અને હીરાનો જથ્થો મળી આવ્યો હતો.