गुजरात

અમદાવાદ: સાસુનાં લગ્નેત્તર સંબંધથી જન્મ્યો છે પતિ, પરિણીતાને લગ્ન બાદ થઇ જાણ

અમદાવાદ: શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, તેના જ્યારે લગ્ન થયા ત્યારબાદ તે સાસરે રહેવા ગઈ હતી ત્યારે તેને જાણ થઈ હતી કે, તેના જે પતિ છે તે તેના સસરાનું સંતાન નથી પરંતુ તેની સાસુને તેના પતિના મિત્ર સાથે સંબંધો હતા તેનાથી તેના પતિનો જન્મ થયો હતો. સમગ્ર બાબતને લઈને પરિણીતાએ વધુ એવા પણ આક્ષેપ કર્યા છે કે, તેના સસરા અવારનવાર તેને કામવાળી કહીને જ બોલાવતા હતા અને અપમાનિત કરતા હતા. સમગ્ર બાબતોને લઇને મહિલા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદના મણિનગરમાં રહેતી 25 વર્ષીય યુવતી છેલ્લા દસ મહિનાથી તેના માતા તથા ભાઈ સાથે રહે છે. તેને સંતાનમાં દોઢ વર્ષની પુત્રી છે. આ મહિલાના લગ્ન વર્ષ 2018માં એક યુવક સાથે થયા હતા. મહિલા લગ્ન બાદ સાસરે ગઈ ત્યારે તેને જાણ થઈ હતી કે, તેની સાસુના લગ્ન આશરે 35 વર્ષ પહેલા થયા હતા અને પરિણીતાના સસરાનો નરેન્દ્ર નામનો વ્યક્તિ મિત્ર હતો અને તેની સાસુને આ નરેન્દ્ર સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ પરિણીતાનો પતિ તે તેના પિતાનું સંતાન નહીં પરંતુ તેના પિતાના મિત્ર કે જેની સાથે તેની માતાને સંબંધ હતા તેનો પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું.

લગ્ન બાદ આ મહિલાને તેના સાસરિયાઓએ અલગ-અલગ બહાના બતાવી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં આ મહિલાની સાસુ તેને કહેતી હતી કે “તું તો મનહુસ છે ઘરમાં ખરાબ પગલાં લઈને આવી છે અને તારા પિયરજનોએ કર્યાવર પણ ઓછું આપ્યું છે”. આટલું જ નહી આ પરિણીતાને ભિખારીની છોકરી કહી લગ્નમાં કઈ આપ્યું નથી તેમ કહી ત્રાસ ગુજારતા હતા.

Related Articles

Back to top button