गुजरात

અમદાવાદ: સોડા પીવડાવ્યા બાદ અર્ધ બેભાન બનેલી પરિણીતા પર પ્રેમી અને બે મિત્રોનું સામુહિક દુષ્કર્મ

અમદાવાદ: દહેગામ ખાતે રહેતી એક પરિણીતાને છેલ્લા એક માસથી એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આથી પોતાના ઘરેથી નોકરીએ જવાનું કહીને પરિણીતા તેના આ પ્રેમી ના ઘરે પહોંચી હતી. અહીં આખો દિવસ રોકાયા બાદ તેને રાત્રે ઘરે જવું હતું પરંતુ તેના પ્રેમીએ તેણીને જવા દીધી ન હતી. બાદમાં પ્રેમીએ તેણીને સોડા પીવડાવતા તે અર્ધ બેભાન થઈ ગઈ હતી. જે બાદમાં તેના પ્રેમી અને તેના બે મિત્રોએ તેણી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર બનાવને લઈને સરદારનગર પોલીસે  મહિલાને ન્યાય અપાવવા માટે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દહેગામના એક ગામની 30 વર્ષીય યુવતીના લગ્ન થઈ ગયા છે. તેણી દાણીલીમડા ખાતે આવેલા બેરલ માર્કેટ પાસે કાપડની ફેક્ટરીમાં દોરા તોડવાનું કામ કરે છે. યુવતીના દસેક વર્ષ પહેલા લગ્ન થયા હતા અને હાલ તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. યુવતી તેના પરિવાર સાથે રહે છે. યુવતીને કુબેરનગરમાં રહેતા મહેશ ઉર્ફે પ્રેમ સિંધી સાથે એક મહિનાથી પ્રેમસંબંધ હતો. યુવતી તેના પ્રેમી મહેશના ઘરે બે વખત ગઈ હતી. તેના પ્રેમીના ઘરમાં બીજો એક લાંબુ નામનો માણસ પણ રહેતો હતો.

ગત 31મી તારીખે આ યુવતી તેના ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળી હતી. જે બાદમાં 10 વાગ્યે નરોડા ખાતે આવી હતી. ત્યાં તેને તેના પ્રેમી મહેશ ઉર્ફે પ્રેમનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તું કેટલે છે? જેથી આ યુવતીએ નરોડા પાટિયા પાસે ઊભી છું તેમ કહ્યું હતું. બાદમાં મહેશે તેની સાથે રહેતા લંબુ નામના યુવકને યુવતીને લેવા મોકલી હતી. બાદમાં આ લંબુ રિક્ષામાં બેસાડી યુવતીને મહેશના ઘરે લાવ્યો હતો. આખો દિવસ તે મહેશના ઘરે રોકાઇ હતી અને રાત્રે મોડું થતાં તેને મહેશને ઘરે જવાનું કહ્યું હતું.

જોકે, મહેશે તેને કહ્યું હતું કે તારે ઘરે જવાનું નથી અને અહીં જ રહેવાનું છે. આમ કહીને તેણે ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન મહેશના બે મિત્રો પણ ઘરે જ રોકાયા હતા. હાર્દિક પંડ્યા અને સુમિત ઠાકોર નામના બે લોકો પણ અહીં હાજર હતા. બાદમાં આ યુવતી સાથે તેનો પ્રેમી મહેશ ઊંઘી ગયો હતો. આ પહેલા તેણે યુવતીને સોડા પીવડાવી હતી. સોડા પીતા જ યુવતી અર્ધ બેભાન થઈ ગઈ હતી. બાદમાં મહેશ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદમાં મહેશ ઊઠીને બહાર ગયો હતો. થોડીવાર પછી મહેશનો મિત્ર હાર્દિક પંડ્યા તેમજ સુમિત ઠાકોર પણ આ રૂમમાં આવ્યા હતા અને બળજબરીથી મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

Related Articles

Back to top button