રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો, ભત્રીજીના લગ્ન માટે લાવેલા રૂપિયાની ચોરી
અમદાવાદ – રિક્ષામાં મુસાફરી (Rickshaw) કરતા મુસાફરો માટે ચેતવણીરૂપ કિસ્સો શહેરના નરોડા વિસ્તારમાં જોવા મળ્યો છે. રાજસ્થાનથી ભાઇની દીકરીના લગ્ન માટે ખર્ચ ના રૂપિયાની સગવડ કરવા માટે અમદાવાદ આવવું એક વ્યક્તિને ભારે પડ્યું છે. રાજસ્થાનના દલપત સિંહ ચાવડા (તેમના ભાઈની દીકરીના લગ્ન હોવાથી રૂપિયાની સગવડ કરવા માટે તેમના સગાને ત્યાં આવ્યા હતાં. જ્યાં દસક્રોઈ દેના બેંક માંથી તેમણે રૂપિયા આઠ હજાર ઉપાડ્યા હતાં અને અગાઉ તેમના મિત્ર ને ઉછીના આપેલ એક લાખ રૂપિયા પરત લીધા હતા. બાદ માં તેમને કઠવાડા જી.આઈ.ડી.સી માંથી ભત્રીજા પાસે થી રૂપિયા 15 હજાર લઈને રીક્ષામાં બેસીને દહેગામ સર્કલ આવ્યા હતા.
ત્યાંથી તેઓને તેમના ભાભી ને ત્યાં ગેલેક્ષી 88 દહેગામ રોડ જવાનું હોવાથી રીક્ષા ઊભી રાખવી રીક્ષા માં બેઠા હતા. આ સમયે તેમની પાસે એક ખિસ્સા માં 1 લાખ 18 હજાર અને બીજા ખિસ્સા માં રૂપિયા 5 હજાર હતા. રીક્ષા માં પાછળની સાઇડમાં બે પેસેન્જર જ્યારે ડ્રાઇવરની બાજુમાં એક પેસેન્જર બેઠો હતો. જોકે, થોડે આગળ જતાં રીક્ષા ડ્રાઇવરે તેની બાજુમાં બેસેલ ઈસમને આગળ પોલીસ હોવાનુ કહી ને પાછળની સીટમાં બેસાડ્યો હતો.