गुजरात

કચ્છમાં અબડાસા પેટાચૂંટણીના ધમધમાટ વચ્ચે વનવિભાગે અબડાસા તાલુકાના જશાપરના જંગલમાંથી 21 મૃતપ્રાયઃ સાંઢા સાથે એક મહિલા અને બે પુરુષ શિકારીને ઝડપી પાડયા

Anil makwana

નલિયા અબડાસા

રિપોર્ટર – રમેશ ભાનુશાલી

નલિયા ઉત્તર રેન્જ દ્વારા ગૃપ પેટ્રોલીંગ દરમિયાન જંગલ વિસ્તારમાં થેલા સાથે ફરી રહેલી શિકારી ત્રિપુટી ઝડપાઈ હતી. વનતંત્રની ટીમે થેલો તપાસતાં તેમાંથી 21 સાંઢા મળી આવ્યાં છે. મોટાભાગના સાંઢાની કમર તોડી નાખી હોઈ તે મૃતપ્રાયઃ થઈ ગયેલાં છે

ઝડપાયેલાં આરોપીઓમાં રમેશી મીઠુ કોલી, રવજી મામદ કોલી અને લક્ષ્મીબેન કરસન કોલીનો સમાવેશ થાય છે. ત્રણેય નલિયાના મફતનગરના રહીશ છે.સાંઢાનું તેલ વા અને વાજીકરણમાં વપરાય છે આ કેસમાં આરોપીઓ સામે કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવી છે. તેમને રીમાન્ડ પર લઈ સઘન પૂછતાછ કરાશે સાંઢા વનકાયદાની અનુસૂચિ એકમાં આવતું સંરક્ષિત સરીસૃપ વર્ગનો જીવ છે. તેનો શિકાર કરવા બદલ 7 વર્ષની જેલ અને 25 હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે

Related Articles

Back to top button