गुजरात

સુરત: 24 કલાકમાં 213 Coronaના સકંજામાં, અઠવા ઝોન હજુ પણ Danger, ક્યા વિસ્તારમાં કેટલા કેસ

સુરત: શહેરમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 213 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 162 જયારે ગ્રામીણ વિસ્તારમાં 51 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 36451 પર પહોંચી છે, જયારે આજે 2 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 1003 પર પહોંચ્યો છે, તેવામાં આજે 255 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 213 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 162 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 26466 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 51 કેસ સાથે દર્દી સંખ્યા 9985 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 36451 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 2 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 1003 થયો છે. જેમાંથી 277 મૃત્યુ જિલ્લાના છે અને 726 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 195 જ્યારે જિલ્લામાં આજે 60 દર્દીને રજા આપતા, કુલ 255 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 33740 જેમાં શહેર વિસ્તરમાં 24635 જયારે ગ્રામીય વિસ્તારના 9105 દર્દી છે.

Related Articles

Back to top button