અમદાવાદમાં Covid19નું સંક્રમણ ઘટાડવા માટે જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધનો નિર્ણય ઘણો મહત્ત્વનો
અમદાવાદમાં વર્ષ 2020ની શરૂઆતમાં એક નિર્ણય લીધો હતો કે પાન અને અન્ય તમાકુની વસ્તુઓ વેચતી દુકાનોને બંધ કરવામાં આવે. ધુમાડાવગરની તમાકુ વસ્તુઓના સેવન અને તેને જાહેરમામં થૂંકવાથી કોવિડ 19 વધવાનો ખતરો વધી શકે છે જેના કારણે આ નિર્ણય મહત્ત્વનો ગણવામાં આવ્યો હતો.
કોવિડ 19 મહામારી દરમિયાન પહેલા કરતા સ્મોકલેસ તમાકુની વસ્તુઓ જાહેર જનતાનાં સ્વાસ્થ્ય માટે ઘણી અસરકારક હતી. ચાવાવની તમાકુની વસ્તુઓ જેમકે, ગુટખા, ખૈની, ઝરદા, પાન અને પાન મસાલાથી બનતી લાળને થૂંકવાથી કોવિડ 19 ફેલાવવાનો ભય વધારે માનવામાં આવતો હતો. આ ઉપરાંત આવી વસ્તુઓનાં સેવન માટે હાથ અને મોંનો ઉપયોગ કરવો પડે છે જેનાથી પણ આ વાયરસ વધારે ફેલાવવાનો ભય હતો.
આ વસ્તુઓ વેચતી દુકાનો બંધ કરવા પાછળ બે હેતુઓ હતા એક તો કોવિડ 19નાં સંક્રમણને ઓછો કરવો અને જાહેર જનતાનાં સ્વાસ્થ્યને સુધારવાનો. અન્ય દેશોની જેમ ભારત પણ શહેરોમાં કોવિડ19નાં કેસો ચિંતાજનક રીતે વધી રહ્યાં હતા. મેં માં પાંચ શહેરો – મુંબઇ, દિલ્હી, અમદાવાદ, ચેન્નાઇ અને થાનેમાં આખા દેશનાં 50 ટકા કેસો નોંધાયા હતા.