વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ, સુનીલ ડાભી
તા.28/10/2020 ના બુધવારના રોજ બારતાડ ખાનપુર પ્રાથમિક શાળામાં પારૂલબેન સી. ભીંસરા (સરપંચ)ના અધ્યક્ષ પણા હેઠળ શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષક દશરથભાઇ જેરામભાઈ ભોયા તથા રમણભાઈ કાળુભાઈ કુંવરનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો સમારોહની શરૂઆત શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગતથી કરવામાં આવી ત્યારબાદ શાળાના આચાર્ય કમલભાઈ આર. ઠાકોર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું સમારોહમાં વાસદા તાલુકા પ્રા. શિક્ષણ અધિકારી હરિસિંહ પરમાર દ્વારા વિદાય તથા શિક્ષકોની કામગીરી બિરદાવી હતી અને શાળાની પ્રગતિ બની રહે એ માટે માર્ગદર્શન આપ્યું હતું, માનનીય પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપતસિંહ પરમાર સાહેબે વક્તવ્યમાં જણાવ્યું હતું કે નિવૃત્ત થતા શિક્ષક દશરથભાઈ ભોયા સાથે વાંસદા તાલુકાના BRC તરીકેની કામગીરીને બિરદાવીને બંને શિક્ષકોને નિવૃત્તિ બાદ પ્રવૃત્તિમાં જોડાય સર્જનાત્મક કામગિરી કરવાનો અનુરોધ કર્યો તેમજ ગામના અગ્રણી ચિન્ટુભાઈ ભીસરા એ પોતાના વકતવ્યમાં શાળાની શિક્ષણ, ભૌતિક સુવિધા, શાળા પર્યાવરણ ની પ્રશંસા કરી શિક્ષકોના વિચાર અને દ્રષ્ટિકોણની સરાહના કરી હતી નિવૃત થતા શિક્ષક દશરથભાઈ જે ભોયાના શૈક્ષણિક અને વહીવટી ક્ષેત્રે જેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે જેવા ગુરુજનો સોમભાઈ ડી પટેલ, શ્રી ડાહયાભાઇ પટેલ તથા પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પરમાર સાહેબને શાલ ઓઢાડી સન્માન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.