गुजरात

સુરત : સુર્યા મરાઠીના હત્યારાની પત્ની ઓગતરા મેળવી હાજર થઈ, ખેડૂતના આપઘાત કેસમાં છે આરોપી

સુરત : સુરતમાં જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા ખેડૂતે જે જમીન વેચી હતી તેના રૂપિયા બિલ્ડર આપતો ન હોવા સાથે વ્યાજે લીધેલા રૂપિયાના મામલે વ્યાજખોર મહિલાના ત્રાસથી ગળે ફાસો ખાઈને આપઘાત કરનાર ખેડૂતે સુસાઇટ  નોટમાં લખેલી વિગતનાં આધારે પોલીસે ગુનો નોંધ્યા બાદ આખરે બિલ્ડર અને ગેંગસ્ટની વ્યાજખોર પત્નીની પોલીસે ધરપકડ કરી છે.

સુરતના જહાંગીરપુરા સુંદર વન સોસાયટીમાં રહેતા ખેડૂત અને વાન ચલાવી ગુજરાત ચલાવતા કિરીટ પટેલે ગત તારીખ 19મી સપ્ટેમ્બરે પોતાના ઘરમાં પંખા સાથે દુપટો બાંધીને ફાંસો ખાઇ લીધો હતો જોકે આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી. જોકે ખેડૂત કિરીટેભાઈએ સુર્યા મરાઠીની હત્યા કરનાર ગેંગસ્ટર હાર્દિકની પત્ની નયના પાસેથી વ્યાજે નાણા લીધા હતા. આ નાણાની નયના કડક ઉઘરાણી કરતી હતી.

હાર્દિકની પત્નીએ ‘તારે જે કરવું હોય તે કર દવા પીવી હોય તો પી જા હું ઉભા ઉભા પૈસા કઢવાવાની’ હોવાનું કહ્યું હતું. જ્યારે મરનારા કિરીટ પટેલે વેડ રોડના બિલ્ડર મગન દેસાઇને વેચેલી જમીનના નાણા બિલ્ડરે નહીં આપતા તે આર્થિક ભીંસમાં આવી જતા આ બંને લોકોના ત્રાસને લઈને આત્મહત્યા કરી લીધી હતી।

Related Articles

Back to top button