गुजरात

જામનગર : શિક્ષણધામ શર્મશાર થયું, આધેડ આચાર્યએ વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાની ફરિયાદ

જામનગર : જામનગર પંથકમાં છેલ્લા એક મહિના દરમિયાન મહિલાઓ અને દીકરીઓ સાથે થયેલી અત્યાચારની ઘટનાઓએ ધ્રુજાવી છોડાવી દીધી છે. દરમિયાન આજે કાલાવાડ પંથકમાંથી સવારે જ દુષ્કર્મની ફરિયાદ આવ્યા બાદ સાંજ પડતા વધુ એક ઘટના સામે આવી છે. શિક્ષણ જગતને શર્મશાર કરતી આ ઘટનામાં એક આધેડ આચાર્યએ શાળામાં ઓનલાઇન શિક્ષણની સમજૂતીના નામે વિદ્યાર્થિનીને બોલાવી અને અડપલાં કર્યાની ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. આ મામલે કાલાવાડ ગ્રામ્ય પોલીસ મથકમાં આધેડ સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે આ આજે કાલાવાડ ગ્રામ્ય પોલીસ મથકમાં એક અડપલાંની ફરિયાદ નોંધાઈ છે. જેમાં કાલાવાડના નાનાપાંચદેવડામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં આધેડ આચાર્ય કમ શિક્ષક સામે 10 વર્ષની વિદ્યાર્થિની સાથે ગંદી હરકતો કરવાનો આક્ષેપ લાગ્યો છે.

તે વિદ્યાર્થિનીને શાળામાં ઓનલાઇન શિક્ષણની સમજૂતી આપવાના બહાને બોલાવતો હતો અને બાદમાં પિશાચી કૃત્ય કરતો હતો. જોકે, આ મામલે ફરિયાદ બાદ પોલીસ તપાસ હાથ ધરી છે. ઘટનાની તપાસ કાલાવાડ ગ્રામ્યના પોલીસ સબ ઇન્સ્પેક્ટર હિરલ પટેલ ચલાવી રહ્યા છે.

Related Articles

Back to top button