વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ, સુનીલ ડાભી
વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત પ્રતાપ હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સુપરવાઇઝર તરીકે સેવા બજાવતા પુષ્પાબેન આર મહિડા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા એમનો સેવા નિવૃત્તિ સમારોહ વાંસદા તાલુકા કેળવણી મંડળના પ્રમુખના અધ્યક્ષ સ્થાને શાળાના હિરક મહોત્સવ હોલમાં રાખવામાં આવ્યો હતો. જેમાંવાંસદા તાલુકા કેળવણી મંડળના પ્રમુખ નટુલાલ પંચાલે સન્માનપત્ર અર્પણ કરી અને શાલ ઓઢાડી સન્માન કરે નિવૃત્તિ શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ પરમારે નિવૃત્તિ શુભેચ્છાઓ પાઠવી તેમના શૈક્ષણિક કાર્યકાળની ઝાંખી કરાવી ટીચર્સ સોસાયટી સ્મૂર્તિભેટ અર્પણ કરી હતી. શાળાના ટ્રસ્ટી અને સદગતિ કન્વીનર રાજેશભાઈ ગાંધીએ શુકન સ્મૃતિ ભેટ આપી નિવૃત્તિ શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ સોલંકી નિવૃત્તિ શુભેચ્છાઓ પાઠવી નિરામય સ્વાસ્થ્ય અને પ્રાર્થના સાથે તેમની સેવાઓને બિરદાવી હતી આ પ્રસંગે વાંસદા તાલુકા કેળવણી મંડળના સહમંત્રી કમલેશભાઈ કેવટ કારોબારી સભ્ય પ્રદ્યુમનસિંહ સોલંકી અંબરીષ વાંસદીયા વિકાસભાઈ દોશી ઉપસ્થિત રહી પુષ્પગુચ્છ આપી નિવૃત્તિ શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ઓ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની બહેન વિદાય ગીત રજુ કર્યું હતું તેમજ શાળાના શિક્ષકો દ્વારા પોતાની આગવી શૈલીમાં નિવૃત્તિ શુભેચ્છાઓ પાઠવી હતી પ્રતાપ હાઇસ્કુલ વાંસદાનો સ્ટાફ પ્રાથમિક વિભાગ સ્ટાફ અંગ્રેજી માધ્યમ સ્ટાફ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જયદીપ સિંહ મહિડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અમેરિકા નિવાસી ટ્રસ્ટ ના ડાયરેક્ટર પ્રકાશભાઈ નાયક ટેકનોલોજીના માધ્યમથી ઓનલાઇન શુભેચ્છાઓ પાઠવી હતી અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપલ રૂપાબેન બઢે આભાર વિધિ કરી હતી સમગ્ર કાર્યક્રમ સંચાલક જયદીપભાઇ પરમાર કિશોરભાઈ પટેલે કર્યો હતો