गुजरात

મહેશ-નરેશ ‘રામ લક્ષ્મણ’ની જેમ સાથે રહ્યા,નિધન પણ સાથે થયું, કમાલનો પ્રેમ : હિતેન કુમાર

25 ઓક્ટોબરનાં રોજ નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાનું નિધન થયું હતું, તેના બે દિવસ બાદ આજે નરેશ કનોડિયાનું નિધન થતા ગુજરાતી પ્રશંસકોને મોટો આંચકો લાગ્યો છે. લાખો પ્રશંસકોના દિલ પર રાજ કરનાર ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર અભિનેતા નરેશ કનોડિયાનું કોરાનાથી નિધન થયું છે. યુ. એન. મહેતા હૉસ્પિટલમાં તેમને કોરોનાની સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે. માત્ર 48 કલાકમાં ‘મહેશ-નરેશ’ બંધુની બેલડી ખંડિત થતા ગુજરાતી સિનેમા સાથે આ રાજ્યમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. નોંધનીય છે કે, રવિવારે, 25 ઓક્ટોબરનાં રોજ નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાનું નિધન થયું હતું, તેના બે દિવસ બાદ આજે નરેશ કનોડિયાનું નિધન થતા ગુજરાતી પ્રશંસકોને મોટો આંચકો લાગ્યો છે. 1943માં મહેસાણાના કનોડા ગામે નરેશ કનોડિયાનો જન્મ થયો હતો.

હિતેન કુમારે દુખ વ્યક્ત કર્યું

આ અંગે ગુજરાતી ફિલ્મનાં અભિનેતા હિતેન કુમારે જણાવ્યું કે, આ ક્ષણ ઘણી આઘાતની છે સાથે આશ્ચર્યની પણ છે કે, આખી જિંદગી જેણે રામ લક્ષ્મણની જોડી તરીકે કામ કર્ચું, સંઘર્ષના દિવસોથી આ બંન્ને ભાઇઓ સાથેને સાથે રહ્યાં. મહેશભાઇના નિધન બાદ નરેશભાઇનાં નિધનનાં સમાચાર મળે છે તે ખરેખર આશ્ચર્ય પમાડે તેવી વાત છે, કમાલનો પ્રેમ છે. ગુજરાતનાં સૌથી મોટા એન્ટરટેઇનર આપણે આમને કહી શકીએ. આપણે બે મોટા નામો ખોયા છે, આ વર્ષ 2020નાં મળેલા સૌથી દુખદ સમાચાર છે આ. હું આ પરિવારને ઘણી અંગત રીતે જાણુ છું, માત્ર 48 કલાકમાં ઘરના બે મોભીને ખોયા છે, ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને હિંમત આપે એવી જ પ્રાર્થના છે.

Related Articles

Back to top button