ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલન મોરબીની લીધી મુલાકાત. પેટાચૂંટણી ને લઈ કાર્યકર્તાઓ સાથે કરી બેઠક.દિગ્ગજ નેતાઓ પણ રહ્યા હાજર
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પેટા ચૂંટણીને લઈને પધાર્યા મોરબી ની મુલાકાતે
મોરબી
રીપોર્ટ – રફીક અજમેરી
મોરબી વિધાનસભા પેટા ચૂંટણીને ધ્યાને લઈને આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ આજે મોરબીના પ્રવાસે પધાર્યા હતા મોરબીના હરભોલે હોલ ખાતે ભાજપ કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક કરી હતી તેમજ ચૂંટણી સંદર્ભે ચર્ચાઓ કરી હતી તો પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતની આઠ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે જેમાં મોરબીના કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક માટે આજે તેઓ આવ્યા હતા કાર્યકરોનો ઉત્સાહ અને પ્લાનિંગ જોઇને બ્રિજેશભાઈ મેરજા જંગી લીડથી વિજયી બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો તેમજ ગુજરાતના તમામ આઠ બેઠકો પર ભાજપ ઉમેદવારો વિજયી બનશે તો તાજેતરમાં કોંગ્રેસની સભામાં ઉદ્યોગપતિઓને ધમકીનો મુદો ગુંજી રહ્યો હોય જે મામલે સવાલ કરતા સી આર પાટીલે જણાવ્યું હતું કે ધમકીનું રાજકારણ કોંગ્રેસને આવડે છે ભાજપ બધાને સાથે રાખી આગળ વધે છે ધમકાવવાથી મત ના મળે અને બધાને સાથે લઈને ભારતીય જનતા પાર્ટી ચાલે છે એટલે જ વિશાલ કાર્યકરોની ફોજ અમારી પાર્ટી પાસે છે તો પક્ષ પલટા વિષે જણાવ્યું હતું કે તેમને હોદો સાંભળ્યા બાદ એકપણ કોંગ્રેસી ધારાસભ્ય ભાજપમાં જોડાયો નથી તેમજ પક્ષ પલટા વિષે વધુ જવાબ આપવાનું ટાળ્યું હતું