गुजरात

વાપી: ટેમ્પાની ચોરી CCTVમાં કેદ, જુઓ ગઠિયા કેવી રીતે લોક તોડીને ટેમ્પાને હંકારી ગયા

વાપી: સીસીટીવી કેમેરા ને કારણે અનેક ગુનાઓનો ભેદ ઉકેલવામાં મદદ મળી રહે છે. સુરક્ષા માટે નાખવામાં આવતા સીસીટીવી કેમેરા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. ત્યારે વાપી ખાતે એક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં એક ટેમ્પાની ચોરી (Theft) કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

વાપીના જીઆઇડીસી ચાર રસ્તા નજીક બે દિવસ અગાઉ મોડી રાત્રે એક ટેમ્પોની ચોરી થઈ હતી. વાપીના ચણોદ કોલોની વિસ્તારમાં રહેતા ટેમ્પો ચાલક હેમંતભાઈ ખટીકે પોતાનો ટેમ્પો વાપી જીઆઇડીસી ચાર રસ્તા નજીક આવેલા એક શોપિંગ કોમ્પલેક્ષમાં આવેલી દુકાનની સામે રાત્રે પાર્ક કર્યો હતો.

ટેમ્પો પાર્ક કર્યા બાદ તેઓ ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે તેમનો ટેમ્પો ચોરાયું હોવાની જાણ થતા તેઓએ વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદમાં જીઆઈડીસી પોલીસ ટેમ્પો ચોરીની ઘટનાની તપાસ માટે કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે જે જગ્યાએથી ટેમ્પોની ચોરી થઈ હતી તેની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં ટેમ્પો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી જોવા મળી હતી.

Related Articles

Back to top button