આમોદ માં નુરાની પાર્ક સોસાયટીમાં 9 ફૂટ લાંબો અજગર દેખા દેતા અજગર જોવા માટે પબ્લિક ના ટોણે ટોણા ઊમટી પડ્યાં..
Anil Makwana
આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક.
ભરૂચ જિલ્લાના આમોદમાં આજે લગભગ સાંજના 7.45 કલાકે આછોદ રોડ નુરાનીપાર્ક સોસાયટીની બાજુમાં રોડની સાઈડમાં ગટરની અંદર અજગરે દેખાવ ડેટા ફળિયાના લોકો તથા રોડ પરથી અવડ-જવડ કરવા વારા લોકોનો અજગર જોવા માટે મેળાવડો ભેગો થયો હતો મળતી માહિતી મુજબ આજ અજગર ત્રણ દિવસ પહેલા આમોદ જંબુસર રોડ ઉપર ડિસેન્ટ હોટેલ પાસે દેખાવ આપતા એક રિક્ષાચાલકે અઝગર નો વિડીયો બનાવી વાયરલ કરેલ હતો જે અજગર આજ રોજ આછોદ રોડ ઉપર દેખાવ આપતા આમોદ ગામ ના અનિલભાઈ સોલંકી કે જેવો સાપ પકડવાના માસ્ટર કહેવાય છે તથા તેમની સાથે આમોદના પત્રકાર મિત્રો મકસુદ પટેલ અને પ્રતિનિધિ સફિકભાઈ બાપુ દ્વારા ભારે જહેમત ઉઠાવ્યા બાદ છુપાઈ ગયેલ અઝગરને પકડી પાડેલ હતો જે અજગર આશરે ૮ થી ૯ ફૂટ લંબાઇ ધરાવતો છે સાપ પકડનાર માસ્ટર અનિલભાઈ ની માહિતી મુજબ પકડાયેલ અજગરને ઇન્ડિયન ડ્રોમ નામથી ઓળખાય છે.