PM મોદીની ગુજરાતને ભેટ: ગિરનાર રોપ વે, બાળકોની અદ્યતન હાર્ટ હૉસ્પિટલ, કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, 24 ઓક્ટોબરે, એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપ-વેનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કર્યું છે. આ સાથે તેઓએ 470 કરોડ રૂપિયાના ખર્ચે 850 બેડ સાથે સુસજ્જ થયેલી અમદાવાદમાં બાળકો માટેની યુ.એન.મહેતા હૃદયરોગ હૉસ્પિટલનું પણ લોકાર્પણ કર્યું છે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે વીજળી આપવાની ‘કિસાન સૂર્યોદય યોજના’ નું પણ લોન્ચિગ કર્યું છે. આ લોકોર્પણમાં મુખ્યમંત્રી રૂપાણી જૂનાગઢથી તેમજ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અમદાવાદથી સહભાગી થયા છે.
ગિરનાર રોપ-વે ઇ-લોકાર્પણ
આજે ગુજરાતમાં માતાજીની નવરાત્રીની આઠમ અને નોમનો પર્વ છે. આ શુભ પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જૂનાગઢ ગિરનાર રોપ-વે ઇ-લોકાર્પણ કરાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી જૂનાગઢ-ગિરનાર-રોપ-વે ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગિરનાર આવતાં પ્રવાસીઓ માટે અનોખું નજરાણું બની રહેશે. જેને પગલે સી.એમ વિજય રૂપાણી જુનાગઢ આવવાના હોઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. લોકાર્પણને પગલે આજ સી.એમ સહીતનો કાફલો જુનાગઢમાં આવશે.