અમદાવાદ: ચોકલેટ લેવા ગયેલી બાળકીને દુકાનદારે ભરી લીધું બચકું, નોંધાઈ પોલીસ ફરિયાદ
અમદાવાદ : હવસ ની ભૂખ સંતોષવા માટે હવસખોરો કોઈપણ હદ સુધી જઈ શકે છે. પછી તે નાની માસૂમ બાળકી ને પણ ભોગ બનાવતા વિચાર કરતાં નથી. તાજેતર માં શહેરમાં આવા કેટલાક બનાવો સામે આવ્યા છે. જેમાં માસૂમ બાળકી ઓ હવસખોર નો શિકાર બની છે. ત્યારે આ પ્રકાર નો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
જૂના બાપુનગર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ એ રખિયાલ પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપી છે કે તેઓ નોકરીથી ઘરે પહોંચ્યા ત્યારે તેમની પત્ની એ તેઓ ને જાણ કરી હતી કે આજે બપોરે. તેમની સાત વર્ષ ની બાળકી ઘર ની નજીક માં આવેલ દુકાન માં ચોકલેટ લેવા માટે ગઈ હતી. આ વખતે દુકાનદાર એ તેનો હાથ પકડી ને દુકાન માં ખેંચી લીધી હતી અને ડાબા ગાલ પર બચકું ભરી લીધું હતું. જેમાં બાળકી ને ગાલ નાં ભાગે ઇજા નાં નિશાનો પણ જોવા મળ્યા હતા. બાળકી એ સમગ્ર ઘટના ની જાણ તેની માતા ને કરતાં ભાંડો ફૂટ્યો હતો.
જે અંગે ની જાણ ફરિયાદ એ તેના પરિવારજનો ને કરતાં તેઓ દુકાનદાર ને ત્યાં પહોંચ્યા હતા. જો કે દુકાનદાર એ આ બાબતે તેઓ ની માફી પણ માંગી હતી. પરંતુ ફરિયાદી એ પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને ફરિયાદ નોંધી ને આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.