गुजरात

સુરત: કાકાના મિત્રએ સગીરા પર ગુજાર્યો બળાત્કાર, તરુણીએ બાળકને જન્મ આપતા ફૂટ્યો ભાંડો

સુરત: સુરતમાં ફરી એક વખત શરમજનક ઘટના બની છે. જેમાં એક કુંવારી તરુણી એ જ બાળકને જન્મ આપ્યો છે. બાળકના જન્મ બાદ તેણી પર બળાત્કાર થયાનો ખુલસો થયો છે. સુરતના ઉધના ખાતે પિતા સાથે રહેતી 17 વર્ષીય તરૂણીની તબિયત અચાનક બગડી હતી. જે બાદમાં સગીરાને હૉસ્પિટલ (Hospital) ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. હૉસ્પિટલ ખાતે તરુણીએ એક બાળકને જન્મ આપતા તરુણી સાથે તેના કાકાના એક મિત્રએ બળાત્કાર (Rape) ગુજાર્યો હોવાનું ખુલ્યું હતું. જે બાદમાં પરિવારે આ યુવાન વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં ફરી એકવાર માનવતાને શરમાવવું પડે તેવી ઘટના સામે આવી છે. પીડિત તરુણી મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી છે અને હાલમાં સુરત ખાતે આવેલા ઉધનાના હરિનગર ખાતે પિતા સાથે રહેતી છે. 17 વર્ષીય તરૂનીના પિતા રીક્ષા ચલાવી પરિવારનું આર્થિક ભરણ પોષણ કરે છે. તરુણીના કાકાનો એક મિત્રો તેમના ઘરની નજીક રહેતો હતો. તે અવારનવાર ઘરે પણ આવતો હતો.

આ દરમિયાન તરૂણીને ઘરે એકલી જોઈને કાકાના મિત્રની દાનત બગડી હતી અને તેમી પર દુષ્કર્મ આચર્યું હતું. અવારનવાર દુષ્કર્મ ગુજારવા છતાં તરુણીએ આ અંગે ડરના માર્યા પરિવારને જાણ કરી ન હતી. જોકે, બે દિવસ પહેલા તરુણીની તબિયત બગડતા તેણીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હૉસ્પિટલ ખાતે ડૉક્ટરે તરુણી પ્રેગનેન્ટ હોવાનું જણાવ્યું હતું. જેના એક દિવસ બાદ તરુણીએ હૉસ્પિટલ ખાતે એક બાળકને જન્મ આપ્યો હતો.

Related Articles

Back to top button