गुजरात
અબડાસા ની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ભાજપ કોંગ્રેસ પછી હનીફબાવા પઢિયારનું પલ્લું ભારે
Anil makwana
કચ્છ – ભૂજ
રિપોર્ટર – કાંતિલાલ સોલંકી
હાલ માં ગુજરાત માં વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ઉપર જે પેટા ચૂંટણી યોજાઇ રહી છે
જેમાં સમાજવાદી પાર્ટી દ્વારા અબડાસા બેઠક પરથી અબડાસા ના સ્થાનિક જમીન લેવલે કામ કરનારા નેતા હનીફબાવા પઢિયાર ને પાર્ટી દ્વારા મેન્ડેટ આપી ઉમેદવારી નોંધાવેલ અને સમાજવાદી પાર્ટીના અબડાસા બેઠક ના ઉમેદવાર હનીફબાવા પઢિયાર નું ફોર્મ ભરવા માટે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા સોશિયલ ડિસ્ટન્સ અને સરકારી ગાઈડ લાઈન નું પાલન કરી ફોર્મ ભરવામાં આવેલ ત્યારબાદ અમુક ટેકનિકલ ખામીને કારણે હનીફબાવા ને આપેલ મેન્ડેટ રદ કરવામાં આવેલ હતું પરંતુ હનીફબાવા પઢિયાર ની અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી ચાલુ રાખેલ છે જેથી સમાજવાદી પાર્ટી ગુજરાત અને કચ્છ જિલ્લા ની પૂરી ટીમ દ્વારા હનીફ બાવા પઢિયાર ને ખુલ્લું સમર્થન આપે છે