गुजरात

ખેડૂતોની ચિંતા વધી : રાજ્યમાં વધુ ત્રણ દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદની વિદાયનાં સમાચાર વચ્ચે કમોસમી વરસાદે માઝા મૂકી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઇ રહ્યું છે જેના કારણે જગતનો તાત ચિંતામાં છે. ત્યારે હવામાન વિભાગે (Weather forecast) વધુ એક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ યથાવત છે. રાજ્યમાં 22 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 20મી તારીખે, સૌરાષ્ટ્ર, ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 21 અને 22 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહત્વનું છે કે, સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી સામાન્યથી હળવો વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. જેથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. એક તરફ ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે ફરીથી ધોધમાર કમોસમી વરસાદને કારણે ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે.

Related Articles

Back to top button