गुजरात
કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં પડેલ તોફાની વરસાદના કારણે મગફળી કપાસ અને દાડમના પાકને થયું મોટું નુકસાન
ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો
નખત્રાણા
રીપોર્ટર – કમલેશ પટેલ
કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં પડેલ તોફાની વરસાદના કારણે મગફળી કપાસ અને દાડમના પાકને થયું મોટું નુકસાન ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. પહેલા અતિવૃષ્ટિનો માર હાલ જ્યારે કપાસ મગફળી અને દાડમના પાકોમાં ફૂલો આવવાના શરૂ થયા છે ત્યારે લાખોનો ખર્ચ કર્યા પછી ખેડૂત બનશે દેવાદાર. જગતના તાત સામે કુદરત પણ રૂઠી છે ત્યારે વર્તમાન સરકારને આગ્રહ ભરી નમ્ર વિનંતી કે કચ્છ જિલ્લાના ખેડૂતોના વાહ રે આવે અને તાત્કાલિક સહાય પેકેજ ખેડૂતો માટે જાહેર કરે