માંડવી : આંગણામાં રમી રહેલી બાળકીને દીપડો ઢસડી જતા મોત, ખેતરમાંથી મૃતદેહ મળ્યો
બારડોલી :માંડવી તાલુકા માં એક વાર ફરી દીપડા નો આતંક સામે આવ્યો છે ,સાંજ ના સમયે આંગણ માં રમી રહેલી બાળકી પર હુમલો કરી બાળકી ને મોત ને ઘાટ ઉતારી દીધી હતી ,બાળકી નો મૃતદેહ થોડે દુર ખેતર માંથી મળી આવ્યો હતો ,વન વિભાગ એ દીપડા ને પકડવા પાંજરું ગોઠવવાની કામગીર હાથ ધરી છે. જોકે, લાંબા સમયથી દીપડાઓના ખસીકરણની માંગ વધી રહી છે ત્યારે વન્ય જીવનમાં અને વન્યસૃષ્ટીમાં કઈ પણ પ્રદાન ન આપનારા આ જાનવરના હુમલાઓ સામે વનવિભાગ જાણે મૂકપ્રેક્ષક બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
સુરત જીલ્લાના માંડવી તાલુકાના મધરકુઈ ગામે મોડી સાંજે યોગેશ ભાઈ ગામીતની દીકરી આરવી ઘર બહાર પોતાના નાના ભાઈ સાથે રમી રહી હતી ત્યારે અચાનક દીપડાએ આરવી પર હુમલો કરી દીધો હતો અને આરવીને ગળા ના ભાગે થી પકડીને ખેતરમાં લઇ ગયો હતો.
જોકે નાના ભાઈ એ બુમાબુમ કરતા ઘર પરિવારના લોકો દીપડા પાછળ દોડતા દીપડો આરવી ને મૂકીને ખેતરમાં ભાગી ગયો હતો ,જોકે પરિવાર આરવી સુધી પહોચે ત્યાં સુધી આરવીનું મોત થઇ ચુક્યું હતું.