गुजरात

જેતપુર ખાતે ઓમ કોવિડ હોસ્પિટલ પ્રજા સમક્ષ ખુલ્લી મુકવામાં આવી.

જેતપુર મામલતદારે કરી હોસ્પિટલની મુલાકાત. હોસ્પિટલની સુવિધાઓથી થયા વાકેફ.

જેતપુર

રિપોર્ટર – અમી બોસમીયા

કોરોના મહામારીમાં કોરોના દર્દીઓનો આંકડો આકાશને પણ પાર કરી જાય તેટલો ઊંચો થયો છે.વધતી જતી દર્દીઓની સંખ્યાને સુવિધાઓ આપવા, મોટા શહેરોની હોસ્પિટલો પણ ક્યાંકને ક્યાંક પાછી પડી રહી હોવાના દાખલાઓ સામે આવ્યા હતા.

આ દરમ્યાન જેતપુરથી જૂનાગઢ વચ્ચે આવતી જેતલસરની સોરઠ હોટેલને જેતપુરના ચાર મિત્રોએ સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ કોવિડ હોસ્પિટલમાં ફેરવી નાખી છે. હોસ્પિટલ સંચાલક યોગેશ નાયડુ સાથે વાત કરતા જણાવ્યું કે એક કોરોના દર્દીને શું તકલીફ પડતી હોય છે તેના તે પોતે સાક્ષી છે. જે તે સમયે પોતે સંક્રમિત હતા તે સમયે ભોગવેલી મુશ્કેલીઓ અન્ય દર્દીઓને ના ભોગવવી પડે તે હેતુ થી અન્ય મિત્રોના સાથ સહકારથી શરૂ કરવામાં આવી છે.હોસ્પિટલના અન્ય સંચાલક લક્ષમણ ખટવાણી પણ ભૂતકાળના સારા નરસા અનુભવો વાગોળતા કોવિડ હોસ્પિટલ શરૂ કરવા પ્રેરાયા હતા.આફતને અવસરમાં બદલતી ઘણી હોસ્પિટલોના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે પણ ઓમ હોસ્પિટલના સંચાલક દેવીસિંહ ચુડાસમાએ મુલાકાતમાં જણાવ્યું હતું કે જેતપુર આજુબાજુના પંથકના લોકોને છેક રાજકોટ અમદાવાદ સુધી લાંબુ થવું પડતું હતું અને હોસ્પિટલોના ખર્ચાઓ પણ વધુ થઈ જતા હતા.જ્યારે અહીંની ઓમ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની તમામ સુવિધાઓની સાથે સાથે પારદર્શક વ્યવહારોનું પણ ધ્યાન રાખવામાં આવશે.ઓમ કોવિડ હોસ્પિટલની સુવિધાઓ પર જો એક નજર કરીએ તો ICU,HDU, જનરલ રૂમ, સેન્ટ્રલ ઓક્સિજન ની લાઇન, અનુભવી કોવિડ માં કામ કરેલ અનુભવી સ્ટાફ,સાથે ભવ્ય હોસ્પિટલ આજે ખુલ્લી મુકવામાં આવી.

Related Articles

Back to top button