गुजरात

ગુજરાત હાઇકોર્ટ ચાર દિવસ માટે રહેશે બંધ, સ્ટાફનો કરાશે એન્ટીજન ટેસ્ટ

ગુજરાતમાં કોરોના સંક્રમણનાં કેસોને કારણે ચિંતાજનક સ્થિતિ છે. બુધવારે મળતા આંકડા પ્રમાણે, રાજ્યમાં 1175 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1414 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 11 લોકોના કોરોનાથી મોત થયા છે. કોરોના મહામારીને પહોંચી વળવા માટે ગુજરાત હાઈકોર્ટ માં ફરી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેથી ગુજરાત હાઈકોર્ટની કામગીરી 4 દિવસ એટલે 16થી 19 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ચીફ જસ્ટિસ દ્વારા જાહેર કરાયેલા સર્ક્યુલર મુજબ, 16 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી હાઇકોર્ટ બંધ રહેશે. આ દિવસોમાં હાઇકોર્ટના અધિકારીઓ, રજીસ્ટ્રી સ્ટાફ સહિતના કર્મચારીઓનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ઉચ્ચ ન્યાયાલયના રેકોર્ડ રૂમ, વોશરૂમ, ચેમ્બર, ઓફિસ સહિત સંપૂર્ણ કેમ્પસની સાફ સફાઈ કરાશે. તમામ પ્રકારનું જ્યુડિશિયલ અને વહીવટી કામ ચાર દિવસ બંધ રહેશે.

Related Articles

Back to top button