गुजरात

અમદાવાદ: પુત્ર સાથે બોલનાર માંને પુત્રવધુએ ઢોર માર મારી બચકું ભરી લીધું

અમદાવાદ: રખિયાલ વિસ્તારમાં રહેતી 70 વર્ષીય વૃદ્ધાને તેના જ પરિવારજનો કડવો અનુભવ થયો છે. આ વૃદ્ધા તેના એક પુત્ર સાથે બોલતી હતી જેના કારણે નારાજ થઈ અન્ય પુત્રની પત્ની એ વૃદ્ધા સાથે બોલાચાલી કરી તેને માર માર્યો હતો અને આટલું જ નહીં ઝઘડો કરી તેમને બચકુ પણ ભરી લીધું હતું. સમગ્ર બાબતને લઈને તેઓ ઇજાગ્રસ્ત થયા હતા, પરંતુ સામાન્ય ઈજાના કારણે તેઓએ સારવાર કરાવી નહોતી. પરંતુ બાદમાં તેઓને ગંભીર જણાતા તેઓએ દવાખાને જઈ સારવાર કરાવી હતી અને બાદમાં આ મામલે ખ્યાલ પોલીસ સ્ટેશનમાં પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષીય કસ્તુરી બહેન નિવૃત્ત જીવન ગુજારે છે, તેમને સંતાનમાં ત્રણ દીકરા છે. જેમાં મોટો દીકરો નંદકિશોર છે અને બીજો દીકરો સતિષભાઈ કે જે વર્ષ 2013માં મૃત્યુ પામ્યા હતા અને તેનાથી નાનો દીકરો દિન દયાલ છે. કસ્તુરી બહેનનો એક પુત્ર નંદકિશોર તેના પરિવાર સાથે રામરાજ્ય નગરમાં રહે છે, જ્યારે દિન દયાલ પણ રામરાજ્ય નગરમાં તેના પરિવાર સાથે રહે છે. જ્યારે તેમના સતીશ નામના પુત્રના પત્ની તથા બાળકો તેમના જ બ્લોકમાં ઉપરના માળે રહે છે.

Related Articles

Back to top button