गुजरात

આમોદ તાલુકાના જાગૃત નાગરિકો દારૂ ના બુટલેગરો થી બેફામ ત્રાહિમામ. પોલીસ સ્ટેશન ના વહીવટદાર બુટલેગરો પર મહેરબાન..

Anil Makwana

આમોદ

રિપોર્ટર – જાવેદ મલેક

આમોદ તાલુકા ના જાગૃત નાગરિકો તેમજ પત્રકારો બુટલેગરો પર જનતારેડ કરી વિડિઓ બનાવી જાહેર જનતા ને વધુ જાગૃત બનાવવા આગેકૂચ..

ભરૂચ જિલ્લા આમોદ તાલુકા મા કોઈ ઇન્ડસ્ટ્રી આવેલ નથી મુખ્યત્વે ખેતી પર તેમજ પશુપાલન પર નિર્ભર રહે તો વિસ્તાર છે. આમોદ પોલીસ સ્ટેશન ની મહેરબાનીથી એક નવો ધંધો ઝડપથી ફૂલીફાલી રહ્યો છે.પોલીસ ની મહેરબાની થી દેશી દારૂ ની ભઠ્ઠીઓ તેમજ વેચાણ વધુ પ્રમાણ મા દેખા દેવાની શરૂઆત કરી દીધી છે. આમોદ તાલુકા બુટલેગરો દ્વારા સરકારી જગ્યાઓમાંથી જલાઉ લાકડાં ઓ મોટા પાયે કાપી -કપાવી ને પોતાના ખેતરો અથવા સરકારી ગવચર અથવા પડતર જમીન મા દેશી દારૂ ની મીની ફેક્ટરી ઓ મોટાપાયે બુટલેગરો ધરાવે છે. સ્થાનિક તેમજ પાડોશી તાલુકો વાગરા જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એરીયા વધુ પ્રમાણમાં આવેલ છે ત્યાં આમોદ ના મોટા ગજા ના જથ્થાબંધ બની બેઠેલા બુટલેગરો દ્વારા દારૂનો વેપલો આમોદ તાલુકા માંથી બહાર થઇ રહેલ છે.આમોદ પોલીસ તેમજ બુટલેગરો દ્વારા સુવ્યવસ્થિત નેટવર્ક ગોઠવાયેલ છે. જેમાંથી બુટલેગરો ધીખતી કમાણી કરી રહેલ છે.સ્થાનિક જાગૃત નાગરિકો તંત્રને રજૂઆતો અરજી રૂપે તેમજ આવેદન રૂપે કરે છે ત્યારે બે ચાર પોટલી ના કેસ બનાવી દરોડા પાડયા નું નાટક સારી રીતે આમોદ પોલીસ જાણે છે. દારૂનો વેપલાઓ મોટા પાયે ચાલી રહેલ છે તે જગજાહેર છે તો આમોદ પોલીસ અજાણ છે તો એ વાત શક્ય નથી. દારૂની ભઠ્ઠીઓ ના વિડીયો વારંવાર સ્થાનિક મીડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. છતાં પણ આમોદ પોલીસ સ્ટેશનના જનતા ના રક્ષકો નું પેટનું પાણી હલતું નથી.બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે જાગૃત નાગરિકો અથવા પત્રકાર અરજીઓ અથવા વિડિઓ વાયરલ કરેતો તેમની સાથે મારપીટ તેમજ મા બેન સમાણી ગાળો તેમજ ખોટી એફ આઈ આર કરાવવા મા માહિતીગાર બની ચુક્યા છે.
પણ આમોદ શહેર તેમજ ગામડાઓ મા દારૂના વ્યસનીઓ દિવસે -દિવસે વધી રહ્યા છે.પૈસા ના હોય તો ઉભા પાક તેમજ ખેતી ના સામાન તેમજ પોતાનાજ ઘર ના વાંસણો વેચવા સુદ્ધા પણ ઉતરી આવેલ છે.કેટલાય પરિવાર મા જવાન જોધ બહેન દીકરીઓ વિધવા થઈ ચુકી છે. વ્યસનીઓ પરિવાર ની સાથે અથવા લોકો સાથે નાનાં નાનાં ઝગડાઓ ની શરૂઆતે વેગ પકડ્યો છે. અને નાનાં ઝગડાઓ મોટુ સ્વરૂપ ના ધારણ કરે છે તે દરરોજ ની બાબત થઈ ચુકી છે માટે જાગૃત નાગરિકો ની સાથે સાથે સરપંચો તેમજ વિવિધ રાજકીય પાર્ટીઓ ના હોદ્દેદારો હવે અરજીઓ કરવાનું ટારી ને નવો કીમીયો અજમાવવા નું શરૂ કર્યું છે. કેટલાય ગામડાઓમાં તો ગામની મહિલાઓ તેમજ જાગૃત નાગરિકો ભેગા મળીને જનતા રેડ કરી ને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને પોલીસ ના ભ્ર્સત અધિકારીઓ ને ખુલ્લા પાડવાની શરૂઆત થઈ ચુકી છે. જેથી ભ્ર્સતઅધિકારી ના પરિવાર તેમજ સમાજ મા નીચું જોવડાવવા આ કીમિયો અપનાવ્યો છે.અને આમોદ તાલુકા મા વધુમાં વધુ લોકો જાગૃત તેમજ હિંમત મા વધારો થાય એ હેતુ માટે નવા કીમિયો અપનાવ્યો ની લોકચર્ચા એ જોર પકડ્યું છે.
અત્રે વિડિઓ મા આમોદ તાલુકા ના વાડિયા ગામ ની મહિલા બુટલેગર આમોદ પોલીસ સ્ટેશન ના બીટ જમાદાર પ્રતાપ ઠાકોર ને 5000રૂપિયા આપી ને ધંધો કરીયે છે ની કબૂલાત કરી રહી છે.આ લાંચિયા અને ભ્ર્સત અધિકારી ના વિડિઓ વારંવાર વાયરલ થાય છે અરજીઓ થાય છે આવેદનો અપાય છે છતાં ઉચ્ચ અધિકારો મૌન છે.જો ઉચ્ચ અધિકારીઓ આ લુચ્ચા અને ભટ્ટ અધિકારી સામે કાયદાકીય પગલાં નહિ ભરે તો જાહેર જનતા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી તારાબંધી કરે તો નવાઈ નહીં એ લોકચર્ચાએ આમોદ પંથક મા જોર પકડ્યું છે.

Related Articles

Back to top button