રાજ્યમાં Coronaના કેસમાં સતત ઘટાડો, 1169 નવા કેસ, 1442 દર્દી સાજા થયા, રિકવરી રેટ 87.55% થયો
રાજ્યમાં 12મી ઑક્ટોબરે કોરોના વાયરસના 1169 નવા કેસ પોઝિટિવ (12 October Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે 1442 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 8 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,52,765 એ પહોંચી ગયો છે.
રાજ્યમાં 24 કલાકમાં સુરતમાં 254, અમદાવાદમાં 184, વડોદરામાં 128, રાજકોટમાં 122, જામનગરમાં 89, મહેસાણામાં 25, કચ્છમાં 24, પંચમહાલમાં 24, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠામાં 21-21, મોરબીમાં 20, ભરૂચમાં સુરેન્દ્રનગરમાં 19-19 કેસ નોંધાયા છે.
ગાંધીનગરમાં 36, જૂનાગઢમાં 30, પાટણમાં 16, ગીરસોમનાથમાં 15, નર્મદામાં 13, ભાવનગરમાં 15, દાહોદમાં 10, આણંદ, બોટાદ, ખેડામાં 9-9, દેવભૂમિ દ્વારકામાં 8, છોટાઉદેપુર, મહીસાગર, નવસારીમાં 6-6, અરવલ્લી, તાપીમાં 3-3, વલસાડમાં 2 અને ડાંગ તેમજ પોરબંદરમાં 1-1 મળીને કુલ 1169 કેસ નોંધાયા છે.
રાજ્યમાં સરકારી ચોપડે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કુલ 14536 દર્દીઓ એક્ટિવ છે, આ પૈકીના 78 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 15358 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 1,33,752 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે અત્યારસુધીમાં સરકારી ચોપડે 3577 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.