गुजरात
ધોનીની પાંચ વર્ષની દીકરી પર દુષ્કર્મની ધમકી આપનાર આરોપી કચ્છથી ઝડપાયો
હાલ દુબઇમાં આઈપીએલ ચાલી રહી છે. ત્યારે ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પાંચ વર્ષની દીકરી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં આપત્તિજનક કમેન્ટ કરી હતી. સોશિયલ મીડિયામાં ધોનીની પત્ની સાક્ષીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 5 વર્ષની દીકરી જીવા સાથે રેપ કરવાની ધમકી આપી હતી. ધોનીની પુત્રી પર બળાત્કાર કરવાની ધમકી આપનાર એન્ટી સોશિયલ યુઝરની કચ્છના મુન્દ્રા તાલુકાના કપાયા ગામમાંથી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ધોરણ 12માં અભ્યાસ કરતા આ સગીરની ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા એક્ટ અંતર્ગત ધરપકડ કરી છે. હવે તેને ઝારખંડ પોલીસને સોંપવામા આવશે.
આ ધમકી બાદ રાંચી પોલીસ સતર્ક થઈ ગઈ હતી. ધોનીના સિમલિયા સ્થિત ફાર્મ હાઉસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સાથે ધોનીના ઘરની બહાર સ્ટેટિક ફોર્સ નિયુક્ત કરવામાં આવી છે.