गुजरात

ભરૂચ જીલ્લો ઉડતા ગુજરાત બનવાની તૈયારી નબીરાઓ કરી રહ્યા છે ચાલુ કારે દારૂ નો નશો.

દારૂ ના નશા માં આમોદ -આછોદ રોડ પર આવેલ રેલવે ફાટક પર કાર ચડાવી દેતા બે યુવાનો ને મોઢા ના ભાગે ઇજાઓ.

આમોદ

રિપોર્ટર – જાવેદ મલેક

ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં પણ લોકો તેને ક્યાંક ને ક્યાંક થી મેળવી લેવાનું સેટિંગ કરે છે ભરૂચ જિલ્લા માં નશા નો વ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે.ત્યારે ગતરાત્રીના અંદાજે ૧૦ વાગ્યાની આસપાસ સ્થળ પર હાજર તેમજ રાહદારીઓ ની નજર સમક્ષ ઘટના બની ત્યારે હાજર લોક ચર્ચા મુજબ જી. જે 16સી. બી. 8771 રજીસ્ટ્રેશન વારી કાર દહેજ તરફ ના રોડ પરથી આમોદ તરફ પૂર ઝડપે આવી રહી હતી ત્યારે આમોદ -આછોદ રોડ પર આવેલ રેલવે ફાટક પાસે પુર ઝડપે આવેલ કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ફિલ્મીઢબે હવા માં કાર ઉડાવી રેલવે ફાટક ની લોંખડ ની રેલિંગ તોડી અન્ય 5થી 6ફૂટ ની રેલિંગ પર ચઢાવી દેતા અને રેલવે ટેલિફોન ના થાંભલા પર કાર લટકાવી દેતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

સ્થળ પર હાજર લોકો દોડી આવતા કાર નો દરવાજો ખોલતા લોહીલુહાણ અંદાજિત ઉંમર 20થી 21વર્ષીય યુવાન એક હાથ માં દમણીયો વિદેશી દારૂની બોટલ ફાટક ની બાવરી માં ફેંકતો નજરે પડ્યો હતો ત્યારે અન્ય એક યુવાન નશાની હાલતમાં લોહીલુહાણ અવસ્થામાં મદ -મસ્ત હતો. સ્થળ પર હાજર લોકોએ 108ની મદદથી આ બંને યુવાનો ને આમોદ રેફરલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.

હવે સરળ ભાષામાં જો કહીયે તો હવે ગુજરાત ઉડતા પંજાબ ના પડખે છે. જેથી હવે તંત્ર વહેલી ટકે ઘોર નિંદ્રામાંથી નહીં જાગે તો ઉડતા ગુજરાત તરીકે પણ ભવિષ્યમાં ઓળખાશે. લોક ચર્ચા મુજબ આમોદ- દહેજ રોડ પર આવેલ આછોદ મોટા પુલ ની કામગીરી ને લય ને ભારદારી વાહનો જિલ્લવહીવટી તંત્ર એ પ્રતિબંધ ફરમાવેલ છે.અને રાત્રી દરમિયાન ઘટના બની માટે આછોદ રોડ ને અડી ને આવેલ સોસાયટી ના રાહદારીઓ તેમજ વાહન ચાલકો નહિવત હોવાથી નિર્દોષ વ્યક્તિઓ નો જીવલેણ અકસ્માત થતો સદનશીબે રહી ગયો.હવે જોવું રહ્યું કે ગત રોજ આમોદ ની પોલીસે તેગવા ગામ તરફ થી આવતા અક્ષય નગીન વસાવા ને નીણમ ગામ પાસે 15000નો મુદ્દા માલ હોન્ડા બાઈક જીજે 16સી. કે.4258બાઈક સાથે દારૂ પીધેલી હાલત માં ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. તો હવે આ કાર માં સવાર બંને નબીરા ઓ ની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરશે કે પછી કાયદો ફક્ત અને ફક્ત રોજ કમાઈ રોજ નું દેશી દારૂ પીતા ગરીબ વર્ગ માટેજ છે એ હવે જોવું રહ્યું.

 

 

Related Articles

Back to top button