गुजरात

ઉનાઈના મંદિર પાર્કિંગ ગેટને ખંભાતી તાળા દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો ત્રાહીમામ

મંદિરનું પાર્કિંગ હોવા છતાં ટ્રાફિક સમસ્યા દિવસે-દિવસે સુધરવાને બદલે ઉલ્ટાની ખરાબ થઇ.

વાંસદા

રિપોર્ટર – બ્રિજેશ પટેલ, સુનીલ ડાભી

ઉનાઈ યાત્રાધામ મંદિર ખાતે ભાવિક ભક્તોની વ્યવસ્થાના ભાગરૂપે વાહન પાર્ક કરવા માટે પાર્કિગ બનાવવામાં આવ્યું છે. પરંતુ હજી સુધી આ પાર્કિંગનો એક્ઝિટ ગેટ ખોલવામાં આવ્યું ન હોવાથી તેના દરવાજે ખંભાતી તાળૂ નજરે પડે છે.

બીજી તરફ રોડ પર રવિવારના દિવસે દર્શન માટે આવતા ભક્તો માટે દિવસે-દિવસે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. ઉનાઈ મંદિરના પાકિઁગ સ્ટેન્ડમાં પાર્કિગ માટે જતાં વાહનચાલકોને કડવા અનુભવ થઇ રહ્યા છે.એક્ઝિટ ગેટને હાલમાં ખંભાતિ તાળું લાગતા તે હાલમાં શોભાના ગાંઠિયા સમાન બન્યું છે ઉનાઈના માર્ગો પર, જયાં જુઓ ત્યાં મંદિરે આવતા ભાવિક ભક્તો ના વાહનો દેખાયાં વસ્તી કરતા વાહનોની સંખ્યા વધી ગઇ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. એવા સમયે જ મંદિર વહીવટનો મનઘડંત નિર્ણયને લઈને પાર્કિંગ એક દ્વાર બંધ અને બીજો ખુલ્લો મુકતા ભાવિક ભક્તો વાહન પાર્કિંગની આંટી ઘૂંટીમાં ગુંચવાયા રવિવારે દર્શન માટે આવતા ભક્તો એ રોડ પર પાર્કિંગ કરવું ફરજિયાત થઇ પડ્યું છે. બીજી બાજ પાર્કિંગના બહાર નીકળવાનો ગેટ બંધ કરી દેવાયો.જેમાં એન્ટ્રી ગેઇટ થી જ બહાર નીકળવું પડે છે. આ અણઘડ રીતે લેવાયેલા આ નિર્ણયને કારણે વાહન ચાલકોને સાપ સીડીની રમત તથા ચલક ચલાણું જેવી સ્થિતિ થઈ છે. ટ્રાફિક સમસ્યા સુધરવાને બદલે ઉલ્ટાનું ખરાબ થઇ ગયુ છે.દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો ત્રાહીમામ પોકારી ગયા છે.આ સ્થિતિમાં પાર્કિંગ ગેટ બંને ખોલવામાં આવે તો સમસ્યાના કાયમી ઉકેલ છે.

Related Articles

Back to top button