વાંસદા તાલુકાના સિંગાડ પ્રાથમિક શાળામાં શાળા લાયબ્રેરી તથા વિજ્ઞાન ખંડનો ઉદઘાટન સમારોહ યોજાયો
Anil Makwana
વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ, સુનીલ ડાભી
જિલ્લા પંચાયત નવસારી ના સ્વભંડોળ માંથી નવસારી જિલ્લાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તમામ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય એ હેતુને ધ્યાનમાં રાખી આજરોજ વાસદા તાલુકા ની સિંગાડ પ્રા. શાળામાં શાળા લાયબ્રેરી તેમજ વિજ્ઞાન ખંડ નું ઉદઘાટન કરવામાં આવ્યું શાળા લાઇબ્રેરી તથા વિજ્ઞાન પ્રયોગશાળા થકી વિદ્યાર્થી અને સમાજ દ્વારા રચનાત્મક રીતે ભરપૂર ઉપયોગ લઈ જ્ઞાનની સીમાઓ ના વિસ્તાર વધારવાની નેમ સાથે સફળ બનાવવા ના પ્રયાસરૂપે નું આયોજન કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં ઉદઘાટક ગામના પ્રથમ નાગરિક એવા માનનીય શ્રી ભગુભાઈ પટેલના હસ્તે શાળા લાયબ્રેરી તથા વિજ્ઞાનખંડ ખુલ્લો મુકવામાં આવ્યો જેમાં શાળાના વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષશ્રી અશોકભાઈ એન પટેલ એસએમસી સભ્ય શ્રીમતી અનિતાબેન એન પટેલ. ગુલાબભાઈ પટેલ. શાળાના આચાર્ય શ્રી ગિરીશભાઈ એ પટેલ શિરીશભાઈ ગરાસિયા તથા શાળા સ્ટાફ મિત્રો તેમજ ગામના આગેવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો