गुजरात
અમદાવાદ : પોપ્યુલર બિલ્ડર્સનાં 18 લોકરો સીલ, 150 કરોડથી વધુના બેનામી વ્યવહાર સામે આવ્યા
અમદાવાદ શહેરમાં પોપ્યુલર બિલ્ડર્સના ભાઈઓ, પરિવારજનો અને એસ્ટેટ બ્રોકર્સના 27 સ્થળે દરોડા પાડી આવકવેરા વિભાગે બીજા દિવસની કામગીરી દરમિયાન 69 લાખની રોકડ, 82 લાખનું ઝવેરાત જપ્ત કર્યા, કુલ 18 બેન્ક લોકર્સ સીઝ કર્યા છે. આવકવેરાના 150 જેટલા અધિકારીઓએ આ દરોડા પાડ્યા હતા. જેમાં 150 કરોડ જેટલા બેનામી વહેવારો સામે આવ્યા છે.
18 લોકરો સીલ કરાયા
શહેરની સહકારી અને રાષ્ટ્રીયકૃત તથા ખાનગી બેન્કોમાં આવેલા 18 લોકર સીલ કરવામાં આવ્યા છે. આ લોકર આવતા અઠવાડિયે ખોલીને તેમાં શું પડયું છે તેની વિગતો બહાર કાઢવામાં આવશે. આ સાથે મોટી સંખ્યામાં મોબાઈલ ફોન, પેન ડ્રાઈવ અને કોમ્પ્યુટર પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોપ્યુલર ગ્રુપના માલિક રમણ પટેલ અને તેના પુત્ર જેલમાં હોવાથી તેમના નિવેદન લેવાના બાકી છે. 90 ટકા સ્થળોએ દરોડાની કાર્યવાહી સમેટાઈ ગઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.