गुजरात

હળવદ : 6 ઑક્ટોબરે ઘરેથી રમવા ગયેલો કાનો ગુમ, પિતાની ફરિયાદ બાદ અપહરણની આશંકા

મોરબી : મોરબી જિલ્લાના હળવદમાં ગુમ થયેલા બાળકના મામલે અપહરણની ફરિયાદ નોંધવામાં આવી છે. ગત 10મી તારીખે ઘરેથી રમવા ગયેલો ધ્રુવ ઉર્ફે કાનો ન મળી આવતા પરિવારનો જીવ તાળવે ચોંટી ગયો છે ત્યારે આઇશર ચાલક પિતાની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ નોંધી અને જુદી જુદી ટીમ બનાવીને અને આ મામૂસ બાળકને શોધવા માટે આસમાન પાતાળ એક કરી દીધા છે.  બનાવની વિગતો એવી છે કે હળવદના મોરબી ચોકડી નજીક આવેલા ક્રિષ્ના પેકેજીગની ઓરડીમાં જ રહેતા અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરી સામાન્ય જીવન નિર્વાહ કરતા જયેશભાઈ જયંતિલાલ ખોડીયાના પુત્ર ધ્રુવ(કાનો) ઉ.વ.10 ગત 6 ઑક્ટોબરના રોજ વિશાલ પેકેજીગમાં જ રહેલી ઓરડી નજીક જયેશભાઈના બે પુત્રો ધ્રુવ અને શિવમ બન્ને રમી રહ્યા હતા એ દરમ્યાન પહેલી પત્નીનો પુત્ર ધ્રુવ ત્યાંથી અચાનક જ બપોરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ગુમ થયો હતો.

જેમાં જયેશભાઈ એ જણાવ્યું હતું કે તેઓ મોરબી ખાતે આઇસર લઈને ફેરો કરવા ગયાં હતાં અને રાત્રીના નવ વાગ્યાની આસપાસ તેઓ ઘેર આવતા તેની પત્નીએ જણાવ્યું હતું કે મોટો પુત્ર ધ્રુવ (કાનો) બપોરનો રમવા ગયો છે અને મળતો નથી જે બાદ મેં તુરંત જ આજુબાજુના સગા સંબંધીઓને ત્યાં જાણ કરી હતી અને તપાસ કરી હતી પરંતુ આજદિન સુધી મારો મોટો પુત્ર ધ્રુવ (કાનો) હજુ સુધી મળ્યો નથી.

હળવદ પોલીસે આ ઘટનામાં અજાણ્યાં ઈસમ વિરુદ્ધ ગુનો અપહરણનો ગુનો નોંધ્યો હતો અને મોરબી એસપી એસ આર ઓડેદરાએ જુદી જુદી ટિમો બનાવી અને હળવદ પોલીસ એલસીબી,એએસઓજી ટીમોને કામે લગાડી માસૂમ બાળક ધ્રુવ(કાનો) ને શોધવા આકાશ પાતાળ એક કરી દીધા છે.

Related Articles

Back to top button