આમોદ તાલુકાના આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની વારંવાર બેદરકારી સામે આવતાં ચકચાર..
Anil Makwana
આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક.
આજ રોજ સાંજે 5 વાગ્યા ની આસપાસ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હાજર ડોક્ટર નો OPD નો સમય હોય કે ડોક્ટરે આરોગ્ય કેન્દ્રમાં હાજર રહેવાનું હોય પરંતુ ડોક્ટર પોતાની મનમાની ચલાવી આરોગ્ય કેન્દ્રમાં હાજર ન હતાં અને OPD નો સમય હોય તેમ છતાં આરોગ્ય માં હાજર ન રહી પોતાના કામ અર્થે અલગ અલગ જગ્યાઓ પર જતા રહે છે અને આરોગ્ય કેન્દ્રને નર્સો ના હવાલે કરી આપે છે.આજરોજ આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર સંજય ફરજ ઉપર હતા તે દરમિયાન આમોદ તાલુકા પત્રકાર જાવીદ મલેક એક RTI ની માહિતી આપવા માટે આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચ્યા હતાં ત્યાં તેમણે જોયુ કે કોઈ પ્રેશન્ટ દવા લેવા માટે આવ્યા છે. પત્રકારે હાજર નર્સ ને સવાલ પૂછતાં જાણવા મણ્યું કે ડોક્ટર કોરોના ની મહામારી ચાલતી હોવાને લીધે બહાર ખુલ્લા પ્લોટ માં બેસે છે, નર્સે પ્રેશન્ટ ને દવા લેવા માટે પાછણ ખુલ્લા પ્લોટમાં પ્રેશન્ટ ને તપાસ માટે મોકલ્યા, પરંતુ ત્યાં પણ ડોક્ટર સાહેબ હાજર ન હતા. ત્યારબાદ પ્રેશન્ટ ને પત્રકાર ને પૂછતાછ કરી તેઓએ જણાવ્યું કે ડોક્ટર સાહેબ બેવ જગ્યાએ હાજર નથી. નર્સ ને ડોક્ટર વિશે માહિતી પૂછતાં તેમણે તાત્કાલિક ડોક્ટર સાહેબ ને ફોન કરતાં ડોક્ટર સાહેબ OPD રૂમમાં આવ્યા હતાં. આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર ની આવી ગંભીર બેદરકારી ના લીધે અવારનવાર આવા બનાવ થી પ્રેઝન્ટ ને તકલીફો પડતી હોય છે.આમોદ પંથકમાં બીજું પણ એક ચર્ચાજસ્પદ વિસય બન્યો છે કે નર્સ પણ પોતાની મનમાની ચલાવી આમ ગરીબ જનતાને જેમતેમ જવાબ આપતી હોય છે.લોકમુખે ચર્ચાય રહ્યું છે કે જો ખાલી 1 મહિના ના CCTV ફૂટેજ ચેક કરવામાં આવે તો ડોક્ટર અને નર્સો ની લાપરવાહી સામે આવી શકે છે.