ભરૂચ જિલ્લાના આમોદ નગર માં ચાર રસ્તા ઉપર છેલ્લા ઘણા સમયથી કોઈપણ ટ્રાફિક પોલીસ મેન ફરજ ઉપર ન હોવાથી અને રોડ ઉપર મસમોટા ખાડાઓ ને લઇ અકસ્માતના ની ઘટના અવિરત ચાલુ
Anil Makwana
આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક.
આમોદ ચાર રસ્તા વિસ્તાર ઉપર થી કરજણ હાઈવે, ભાવનગર કાઠિયાવાડ, વડોદરા તરફ અને સુરત. બોમ્બે બાજુ જતા ભારે વાહનોથી રોડ ધમધમતો રહે છે આ રોડ ઉપર રાત દિવસ અને ચોવીસ કલાક વાહનોની અવરજવર રહે છે આમોદ ચાર રસ્તા ઉપર ખાનગી વાહનોનો પાર્કિંગ થતું હોવાના કારણે તથા રોડની ઉપર મસ્તમોતા ખાડા ના કારણે પબ્લિક ગાડીઓ જ્યાં ત્યાં પાર્કિંગ કરી ને જતી રહે છે. જયારે બીજી બાજુ લારીઓ ઉભી રહેતી હોવાથી તથા રોડની સાઇડ ઉપર બનાવેલ ગટર ફૂટપાથ ઉપર દુકાનદારો દ્વારા પોતાની મનમાની ચલાવી જગ્યાનું રોકાણ કરતા હોવાથી આમ જનતાને મેન રોડ ઉપર અવરજવર કરવા માટે જાન જોખમમાં મૂકવી પડે છે. જેના કારણે આજરોજ એમ્બ્યુલન્સ અને રિક્ષાચાલક ભટકાતા રિક્ષાચાલક અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર વચ્ચે બોલાચાલી થઈ હતી આમ આ રસ્તા ઉપર નાના મોટા ઝઘડાઓ તથા અકસ્માત ના બનાવો થાય છે.આ બનાવો અટકાવવા માટે આમોદ પોલીસ દ્વારા આટલા મોટા ટ્રાફિક માટે BTET જવાનો મુકેલ છે પરંતુ જો કોઈ પોલીસમેન કે ટ્રાફિક મેન મૂકવામાં આવે તો વાહન પાર્કિંગ તથા લાડી વાળા ના પ્રશ્નોના નિરાકરણ આવે અને રોજના થતા અકસ્માતો તથા જગડાઓ બંધ થાય એમ લોકમુખે ચર્ચાઇ રહ્યું…