યુ.પી.ના સામુહિક જધન્ય દુષ્કર્મના પડઘા ગુજરાત સુધી પડયા દહેગામ વાલ્મિકી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર ગુનેગારોને સખ્ત માં સખ્સ સજા કરવાની કરી માંગ..
Anil Makwana
દહેગામ
રિપોર્ટર – આર.જે.રાઠોડ.
ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેર – તાલુકા સફાઇ કાનદારોએ દહેગામ તાલુકા સેવા સદન કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપી વ્યવસ્થા રજૂ કરી હતી. સાંજે મોમબત્તી જલાવી શ્રધ્ધાજલિ અર્પિ હતી.
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ભુલઘડી ગામમાં અનુસૂચિતજાતી સમાજની કુમારી મનીષા વાલ્મીકી પર કેન્દ્રની મોદી સરકારમાં. ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સરકારના શાસન કાળના જંગલરાજમાં દબંગો બેફામ બની અનુસૂચિતજાતી સમાજની દિકરીઓ. મહિલાઓ. પરિવારો પર ગુનેગારોને મેદાન મોકડું મળી ચુક્યું છે. તેવા ગુનેગારોને સખ્ત માં સખ્સ સજા કરવામાં આવે તેવી આવેદનપત્ર આપી મામલતદારને રજૂઆત કરવામાં આવેલ હતી. કે હાથરસ જિલ્લાના ભુલઘડી ગામની ૧૯. વર્ષની દિકરીને ખેતરમાં ઉઠાવી જઇને ચાર નરાધમોએ બળજબરીપૂર્વક સામુહિક બળાત્કાર ગુજારી દિકરીના શરીરનાં અંગોને તિક્ષણ. બોથડ હથિયારથી ગંભીર ઇજા પહોચાડીઓ પહોંચાડી જીભ કાંપી નાખી બળાત્કારીઓ ભાગી છૂટ્યા હતાં. દિકરીની પરિવારજનો શોધખોળ કરતાં એક ખેતરમાં બેભાન અવસ્થામાં ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ પરિવારજનોએ એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ તબીબી તપાસ હાથ ધરતા પિડીતાને બળાત્કાર ગુજારેલ. જીભ કાપી નાખેલ. કરોડરજ્જુ તોડી નાખેલ હતી. જેથી સારવાર દરમ્યાન પિડીત દિકરીએ પોતાનો દમ તોડતા ભારત દેશમાં ઠેરઠેર રોષ ભભૂકી ઉઠ્યો હતો. યુ.પી. ની યોગી આદિત્યનાથ સરકારના શાસન કાળમાં પોલીસ અને સરકારી તંત્ર નરાધમોને બચાવવા અને ઘટનાના પુરાવા નાશ કરવા એક તરફી કામે લગાડી દીધી હતી મિડીયાકર્મીઓને પિડિત પરિવારના ઘર સુધી પહોંચવા અટકાયત કરાયેલ પોલીસ ને સરકારી તંત્રએ કાયદો અને વ્યવસ્થા જાળવવા સરેઆમ નિષ્ફળ નિવડ્યું હતું. વાલ્મિકી સમાજની રજૂઆત છે. કે અનુસૂચિતજાતી સમાજની દિકરીઓ. યુવતીઓ. પરિવારો પર અમાનુષી અત્યાચારો. છેડછાડ. બળજબરીપૂર્વક સામુહિક બળાત્કાર. હત્યા. સહિતના ગુનાઓ મોદી સરકાર અને યુ. પી. ની યોગી આદિત્યનાથ સરકારના શાસન કાળમાં જધન્ય ગુનાઓ પર રોક લગાવવામાં આવે પડિત પરિવારોને રક્ષણ મળે. તેમજ ભારતીય સંવિધાનિક કલમ ૨૧.મુજબ અનુસૂચિતજાતી (વાલ્મિકી) સમાજના હક્ક અધિકારો છીનવાય નહીં. ગુનેગારોને સખ્ત માં સખ્સ સજા કરવામાં તેવી દહેગામ વાલ્મીકી સમાજને રજૂઆત કરી હતી. ગુજરાત સફાઇ કામદાર મહામંડળ અમદાવાદ. દહેગામ.વાલ્મિકી સમાજના તરફથી ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ભુલઘડી ગામના પિડીત પરિવારને એક દિવસના પગારમાંથી આર્થિક મદદ કરવામાં આવશે છે.