गुजरात

સુરત: કાલુપુર બેન્કમાં અધિકારીઓની મીલિભગતથી અધધધ 6 કરોડની છેતરપિંડી! CIDએ 3ની કરી ધરપકડ

સુરતના મગોબ ખાતે રહેતા કારખાના મલિક તેમના ભાઈ અને તેમના પુત્ર દ્વારા મુંબઈ કાલુપુર બેન્કમાંથી મિલ્કત ગિરવે મૂકી રૂપિયા 6 કરોડની લોન લીધી હતી. જોકે, આ લોન ભરવાની જગ્યા પર હાથ ઉંચા કરી બેન્ક સાથે છેતરપિંડી કરી હતી, સાથે આ લોન મામલે બેન્કના બે અધિકારી પણ સામેલ હોવાનું સામે આવતા, બેન્કના સંચાલકો દ્વારા સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે.

સુરતના મગોબ ગણેશનગર સોસાયટી, પરવત પાટિયામાં રહેતા અને, કષ્ટભંજન ટેક્ષટાઇલ પ્રા.લિ.ના ડાયરેકટર ભગવાન પટેલ અને ભાઈ અશ્વિનની અને કારખાના માલિકના પુત્ર ભાવેશ દ્વારા તેમની પલસાણા ખાતે આવેલી જમીન પર 2016માં રૂપિયા 6 કરોડની લોન લીધી હતી.

જોકે આ લોન લઇને આ પિતા પુત્ર દ્વારા લોન ભરપાઈ નહીં કરી બેંક સાથે છેતરપિંડી કરવામાં આવી અને લોનનારૂપિયા નહિ ભરી હાથ ઉંચા કરવામાં આવ્યા હતા. જોકે આરોપી દ્વારા આ રૂપિયાથી સુરત ખાતે મગોબમાં મિલકત વસાવીને ત્યાં પાવર મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા.

આ આરોપી દ્વારા ઓફિસ સુરતમાં શીફટ કરાતા લોન ખાતુ ટેક્ષટાઇલ માર્કેટની કાલુપુર બ્રાંચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ હપ્તા નહિ ભરતા બેંક દ્વારા આ આરોપીઓની તમામ મિલકત ટાંચમાં લેવામાં આવી હતી. આ સમયે કાલુપુર બેંકની મુંબઈ કાલબાદેવી બ્રાંચના તત્કાલીન મેનેજર હેમાંગ પરીખે લોનની રકમ પુરેપુરી આપી અને બેંક પેનલના વેલ્યુઅર એચ.ટી.શાહે પાર્ટીની મિલકતનું ઓવર વેલ્યુએશન કરી કૌભાંડ આચર્યુ હોવાનું પણ સામે આવ્યું છે.

જોકે બેન્કને આ સમગ્ર મામલે ખ્યાલ આવ્યો હતો કે, બેન્કના બે અધિકારીની મીલિભગતથી જ આ કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેના આધારે બેન્કના સંચાલક દ્વારા આ કૌભાંડને લઈને સુરત સીઆઇડી ક્રાઇમમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેના આધારે સીઆઇડી ક્રાઇમ દ્વારા કૌભાંડ કરનાર પિતા પુત્ર અને તેના ભાઈની એમ ત્રણ લોકોની હાલમાં પોલીસે ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, બેન્કમાંથી મોટી-મોટી લોન લઈ નહીં ભરવાના દેશમાં કેટલીએ વખત હાઈપ્રોફાઈલ કેસ સામે આવ્યા છે. જેમાં વિજય માલ્યાનો કેસ પ્રખ્યાત છે. વિજય માલ્યાએ પ્રોપર્ટી પર કરોડોની લોન લઈ હાથ ઉંચા કરી દીધા હતા અને વિદેશભાગી ગયા હતા, આખરે બધી બેન્કોએ ભેગા થઈ કેસ લડ્યો હતો અને તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો.

Related Articles

Back to top button