સુરતના યુવાનને OLX પર iphone 11 ખરીદવાની લ્હાયમાં ગૂમાવ્યા 3.96 લાખ રૂપિયા, ગજબની થઇ ચિટીંગ
સુરત : શહેરમાં (Surat) લોકોને ઠગવાની વાત નવી નથી પરંતુ આ રીત કંઇક અલગ જ છે, જે તારે પણ જાણવી જોઇએ. રીંગરોડની એક કાપડની દુકાનમાં નોકરી કરતો એક યુવાન ઓએલએક્ષ (OLX) પરથી આઈફોન11 (Iphone 11) ખરીદવાના ચક્કરમાં ફસાયો હતો અને ઓ.એલ.એક્ષ.ના નામે એક યુવતીએ ફોન કરીને યુવાનને અલગ અલગ ચાર્જીસના નામે તબક્કાવાર કુલ રૂ.3.96 લાખ જેટલી રકમ અલગ અલગ ખાતામાં ભરાવી દીધી હતી. ફોનની કિંમત કરતા ત્રણ ગણી રકમ યુવાને ચૂકવીને છેતરાયો હતો. જે અંગે યુવાનએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ખોલવડ ખાતે આવેલા એન્જલ પેલેસમાં રેહતો નીરવ જયસુખ વોરા (ઉ.વ -૨૩) રીંગરોડના ન્યૂ અંબાજી માર્કેટમાં આવેલી સોરઠ સિલ્કમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. નીરવને રૂ.1.10 લાખની કિંમતનો આઈ.ફોન.11 મેક્ષ ખરીદવો હતો. જેથી તેણે ઓ.એલ.એક્ષ.ની એપ ફોનમાં ડાઉનલોડ કરી હતી. તે પછી એક યુવતી અવની શર્માએ નીરવને ફોન કર્યો હતો અને ફોન ખરીદવો હોય તો તમારે પેહલા 10 હજાર જમા કરાવવા પડશે. નિરવે 10 હજાર અવનીએ આપેલા ખાતામાં જમા કરાવી દીધા હતા.વાત આટલેથી અટકી નથી.
આ યુવતી એ ફરી નીરવને ફોન કર્યો હતો અને ફોન ખરીદ કરવામાં એરર આવે છે જેથી કસ્ટમ ચાર્જીસ અપાવો પડશે નિરવે કોઈપણ જાતની ખાતરી કર્યા વગર 16 હજાર ભરી દીધા હતા. બાદમાં અવની નામની આ યુવતીએ નીરવને ફોન કરી ને એજ વાત કરી હતી કે, ફોન ખરીદ કરવામાં એરર આવે છે હવે તમારે જી.એસ.ટી.જમા કરાવવો પડશે જથી નિરવે બીજા 25 હજાર ભરી દીધા હતા. આમ અલગ અલગ ચાર્જના નામે યુવતી રૂપિયા માંગતી ગઈ અને નીરવ રૂપિયા ભરતો ગયો હતો.