गुजरात
આમોદ તાલુકાના વાસણા ગામમા બનાવ સગીર યુવાને બળાત્કાર કરી સગીર યુવતીને ગર્ભવતી બનાવતા ચકચાર.
સગીરાને ચાર માસનો ગર્ભ રહેતા ફરિયાદ નોંધાઇ.
આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક
આમોદ તાલુકાના વાસણા ગામમાં સાથે રહીને મજૂરીકામ કરતા સગીર વયના યુવાને સગીર વયની યુવતીને પટલાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અવારનવાર બળાત્કાર કર્યો હતો.અને યુવતીને ગર્ભવતી બનાવી ભાગી ગયો હતો. યુવતીના પરિવારજનોને જાણ થતાં યુવતીને ચાર માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આમોદ પોલીસ મથકે સગીર યુવતીના પિતાએ ફરિયાદ આપતા પોલીસે સગીર યુવક સામે બળાત્કાર તેમજ પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આમોદ પોલીસે યુવતીનું આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ચેકઅપ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બળાત્કાર અને પોસ્કો એક્ટ અંગેના ગુનાની તપાસ જંબુસરના સર્કલ પોલીસ ઇન્સપેક્ટર એસ એસ રાઠોડ ચલાવી રહ્યાં છે