વાંસદા ભાજપે ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા હાટ બજારો ચાલુ કરાય માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું
Anil Makwana
વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ, સુનીલ ડાભી
વાંસદા તાલુકા ભાજપે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી વાંસદાના ગામડાઓમાં ભરાતા હાટ બજાર ચાલુ કરવા માટે રજુઆત કરી હતી.જેમાં હાલમાં હાટ બજારો છેઃ જેના કારણે અન્ય કોઈ આવકનું સાધન ન હોવાથી ઘરખર્ચ તથા જીવન જરૂરિયાતના ખર્ચને પહોંચી વળવું ખુબ જ મુશ્કેલ બન્યુ છે. છેલ્લા કેટલાક મહિનાથી ધંધા, રોજગાર બંધ હોવાથી ખુબ જ કફોડી બની છે.આ કોરોના અને લોકડાઉનને પગલે ધંધા, રોજગાર બંધ થતા સામાન્ય માનવીની આર્થિક પરિસ્થિતી ડામાડોળ બની જવા પામી છે. ત્યારે હાલમાં ધંધા રોજગારી ખોરવાઈ ગઈ છે અને આર્થિક યાતના ભોગવવાનો વારો આવ્યો છે.સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે પરંતુ કેન્દ્ર અને ગુજરાત સરકાર ની ગાઈડલાઈન મુજબ અનલોકમાં વાંસદા તાલુકામાં આવેલા ગામોમાં જે હાટ બજારો ચાલતા આવેલ હતા જે હાલમાં બંધ છે જે હાટ બજાર ચાલુ કરવામાં આવેતો તાલુકાના આદિવાસી ગરીબ પ્રજાજનોને આર્થિક રીતે લાભ થાય તે માટે તાલુકા મથકે આવેદનપત્ર અપાયું જેમાં વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ પટેલ રસિકભાઈ ટાંક અશ્વિનભાઈ ગામીત સંજય બીરારી કમલ સોલંકી સહિત અન્ય ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.