ડીસા ના રવિગામના ચકચારી ખુન કેસ માં બધા છ આરોપી ની સ્પેશયલ એટ્રોસીટી કોર્ટ દ્વારા જામિન અરજી ના-મંજૂર
Anil Makwana
ગુજરાત
તારીખ 16/07/2020 ના રોજ રવી ગામમાં જે પીન્ટુ ભાઈ ની કરુણ હત્યા થઈ હતી તે બાબતે ચાર્જ શીટ રજૂ કરવામાં આવેલ ત્યારે ચાર્જશીટ દાખલ કર્યા પછી તરત જ એરોપિયો એ તાત્કાલિક જેલ માથી મુક્ત થવા માટે નામદાર ડીસા- સ્પેશયલ એટ્રોસીટી કોર્ટ માં બધા આરોપી (6) તરફથી એક સાથે જામીન અરજી મૂકવામાં આવેલ હતી.તે જામીન અરજી માં રવી ગામના લોકો અને સ્થાનિક આગેવાનો તરફથી કેશ બાબત ની કામગીરી કરવા બાબતે પસંદગી પામેલ નામદાર ગુજરાત હાઇકોર્ટ ના જાણીતા એડવોકેટ પ્રશાંતભાઈ ચાવડા ના માધ્યમ થી ધારદાર લેખીત રજૂઆતો અને વાંધા તૈયાર કરેલ હતા. આરોપી પક્ષ ને કોઈપણ સંજોગો માં જામીન ના મળી શકે એ બાબત ની જરૂરી તકેદારી લઈને કોઈપણ સંજોગોમાં છૂટકબારિયો બંદ કરી નાખેલ હતી , સદર વાંધાઓ સાથે નીરજ કુમાર ચૌહાણ ફરિયાદી પક્ષ ના સાથે ડીસા સ્પેશલ કોટમાં હાજર રહીને રેકોર્ડ પર લેવડવેલ નામદાર કોર્ટ પણ વાંધા અરજી ના મુદ્દાઓ ને ધ્યાન પર લઈ ને બધા આરોપીઓ ના જામીન અરજી ને તારીખ 3/10/2020 ના રોજ ના-મંજૂર કરેલ છે…