गुजरात

સુરત : કારમાંથી મળ્યો જાણીતા જીમ ટ્રેનરનો મૃતદેહ, નશીલા પદાર્થ અને ઇન્જેક્શન મળી આવતા રહસ્ય ઘેરાયું

સુરત : સુરતના અડાજણ ખાતે આવેલ સ્નેહ સંકૂલની વાડી પાસેથી એક ગાડીમાં લાશ મળી આવ્યાની વિગતો મળતા પોલીસ તાતકાલિક બનાવ વળી જગ્યા પર દોડી જતા ગાડીમાંથી એક બોડી બિલ્ડરની લાશ મળી આવી હતી. જોકે પોલીસને ગાડીમાંથી ઈંજેક્સન સાથે નશીલા પદાર્થો  પણ મળી આવ્યા હતા. જોકે મરનાર વ્યક્તિનું નામ મેજલ કેરીવાળા હોવાં સાથે ઉધના વિત્તરમાં જિમ ચલાવતો હોવાનું સામે આવ્યુ હતું. જોકે ઘટનાના પગલે સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી જવા પામી હતી

સુરત માં મોડી રાત્રે સ્ટેટ લેવલે બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં વિજેતા બનેલા અને ઉધનાના જીમ ટ્રેનર અડાજણ આનંદ મહલરોડ પર સ્નેહ સંકુલવાડી નજીક પોતાની કારમાં મૃત અવસ્થામાં મળી આવતા ચકચાર મચી હતી. પાલનપુર જકાતનાકાની કૃષ્ણ કુંજ સોસાયટીમાં રહેતા મેજલ કૃષ્ણકાંત કેરીવાળા પોતાની હોન્ડા કારમાં 11 વાગ્યા મૃત મળી આવ્યા હતા. જેને પગલે અડાજણ પોલીસ દોડતી થઈ હતી.

કારમાંથી ઇન્જેક્શન અને અન્ય નશાકારક દ્રવ્ય પણ મળી આવ્યું હતું જોકે પોલીસે બનાવ ની જગિયા પાર તપાસ કરતા અનેક વિગતો સામે આવી છે પ્રાથમિક તપાસમાં મારનાર ઉધનામાં પોતાના જીમમાંથી મોડી સાંજે હોન્ડા કારમાં નીકળેલો મેજલનો રસ્તામાં કોઈક સાથે અકસ્માત થયો હોય એમ એક બાજુનો કાચ પણ તૂટેલો હતો.

Related Articles

Back to top button