ગાંધીધામ ઓસ્લો સર્કલે વિવિધ સંગઠનો દ્વારા બહેન મનીષા વાલ્મીકિ અને દેવજીભાઈ મહેશ્વરી ને શ્રદ્ધાંજલિ અપાઈ !!
anil makwana
ગાંધીધામ
રિપોર્ટર – કાંતિલાલ સોલંકી
આજરોજ ગાંધીધામ ઓસ્લો સર્કલ બાબાસાહેબ ની પ્રતિમા પાસે સમાજના ભીમ યુવા સંગઠન, ભીમ આર્મી , સામાજિક એકતા જાગૃતિ મિશન, સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત, વઢીયારી નવનિર્માણ સેના, જેવા વિવિધ સંગઠનો સાથે મળી બહેનશ્રી સ્વ. મનીષા વાલ્મીકિ અને સ્વ. દેવજીભાઈ મહેશ્વરી કેન્ડલ થી શ્રદ્ધાંજલિ આપી અનેક સૂત્રોચ્ચાર કરી બન્ને મૃતકોના પરિવારોને ન્યાય મળે એવી ભાવના પણ વ્યક્ત કરી હતી. સામાજિક એક્તા જાગૃતિ મિશન ના પ્રદેશ પ્રભારી બહેનશ્રી ભાવનાબેન રાઠોડે જણાવ્યું હતું કે દેશમાં દિનપ્રતિદિન અસામાજિક તત્વો દ્વારા દલિત ની દીકરીઓ પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે સમાજની દિકરીઓ સુરક્ષિત નથી માટે સમાજે એક થઈ મેદાનની લડત લડવી પડશે ત્યારે જ આપણે જંગ જીતી શકીશુ. અને આવા નરાધમો એવો સબક શીખવશું કે આવા પરાક્રમો કરતા પહેલા બીજીવાર સો વાર વિચારે. વધુમાં બહેનશ્રી જણાવ્યું હતું કે સરકારશ્રી તથા જે-તે પ્રશાસન દ્વારા મનીષાને ન્યાય મળે તે હેતુસર ટૂંક જ સમયમાં સૌ સંગઠન સાથે મળી કલેકટરશ્રી ને આવેદનપત્ર પણ આપવાના છીએ….