આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક
આજરોજ આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં આમોદ તાલુકાના દેણવા ગામથી ડિલિવરી માટે આવેલ મનીષા બેન સુરેશ ભાઈ માછી નું સ્ટાફ અને ડોક્ટરની લાપરવાહીના લીધે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું
તેમના પતિ સુરેશભાઈ કાલિદાસ માછી નું કહેવું હતું કે ડોક્ટરની બેદરકારીને લીધે મારી મિસિસ મનિષાબેન નું મોત થયું છે. વધુ માં તેમણે જણાવ્યું હતું કે 11-30 વાગ્યા ના મારી પત્નીને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર મા એડમિટ કરી દીધા હતા. પરંતુ હાજર ડોક્ટર અશોકભાઈ 1 પણ વાર મારી પત્નીને ચેકઅપ કરવા કે જોવા માટે આવ્યા ન હતા. અને તેમણે ખાલી નર્સ ને જ ચેકઅપ માટે મોકલી આપ્યા હતા. આથી આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર અશોકભાઈ ની લાપરવાહી ના લીધે 4 વાગ્યા ની આસપાસ મારી પત્ની અને મારા બાણક નુ ગર્ભાવસ્થા મા મોત નિપજ્યું છે આ સમગ્ર બનાવની જાણ આમોદ પોલીસ ને થતાં તાત્કાલિક આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ..